1. Home
  2. Tag "central budget"

કેન્દ્રિય બજેટમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી, ગિફ્ટ સિટી- IFSCA માટે લાભદાયી જોગવાઇથી ફાયદો થશેઃ CM

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારનું વર્ષ 2023-24નું બજેટ આજે નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં રજુ કર્યું હતું. આ બજેટમાં અનેક જોગવાઈએથી ગુજરાતને ફાયદો થશે. તેમજ ગુજરાત અને દેશના વિકાસને આગળ ધપાવવામાં સિમાચિન્હરૂપ બની રહેશે. બજેટને વિવિધ વેપારી સંગઠનો, ઉદ્યાગકારો વગેરે આવકાર્યું છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જણાવ્યું હતું કે, કેન્દ્રિય બજેટ ગુજરાતના વેપાર-ઉદ્યોગ-વાણિજ્ય માટે […]

કેન્દ્રીય મંત્રીએ કરદાતાઓને આપી મોટી રાહત, રૂ. 3 લાખ સુધીની આવકમાં કોઈ ટેક્સ નહીં લાગે

નવી દિલ્હીઃ નાણામંત્રીએ કહ્યું કે નવી ટેક્સ જોગવાઈઓ હેઠળ 0-3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં. 3-6 લાખ રૂપિયા સુધી 5% ટેક્સ લાગશે. હવેથી 6-9 લાખ રૂપિયા પર 10% ટેક્સ અને 9-12 લાખ રૂપિયા પર 15% ટેક્સ લાગશે.12-15 લાખ પર 20% ટેક્સ અને 15 લાખથી વધુની આવક પર 30% ટેક્સ લાગશે. નાણામંત્રીએ […]

ટેક્સ રિટર્નની પ્રક્રિયા 90 દિવસથી ઘટાડીને 16 દિવસ કરાઈઃ નીર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, ક્રેડિટ ગેરંટી MSME માટે એક સુધારણા યોજના આવશે. 1 એપ્રિલ 2023થી ઉદ્યોગોને 9000 કરોડ રૂપિયા ક્રેડિટ તરીકે આપવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે સેબીને વધુ શક્તિશાળી બનાવવામાં આવશે. સેબી ડિગ્રી, ડિપ્લોમા અને પ્રમાણપત્ર આપી શકશે અને આ નાણાકીય બજારમાં લોકોની ભાગીદારી માટે કરવામાં આવશે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 […]

એક વર્ષ સુધી મફત અનાજનું વિતરણ માટે રૂ. 2 લાખ કરોડની જોગવાઈ

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, ઓળખપત્ર તરીકે પાનકાર્ડને માન્યતા આપવામાં અપાશે. નગરનિગમ પોતાના બોન્ડ લાવી શકશે. તેમજ પીએમ આવાસ યોજનાના ફંડમાં વધારો કરવામાં આવશે. આગામી એક વર્ષ માટે મફ્તમાં અનાજનું વિતરણ કરવામાં આવશે. જે માટે રૂ. 2 લાખ કરોડની બજેટમાં જોગવાઈ કરાઈ છે. મૂડી રોકાણ પરિવ્યય 33 ટકા વધારીને 10 લાખ કરોડ […]

રેલ્વે માટે 2.40 લાખ કરોડ રૂપિયાની ફાળવણી

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા મંત્રીએ બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ અમારી ત્રીજી પ્રાથમિકતા હશે અને સરકારે મૂડી એક્સપેન્ડિચરમાં 33 ટકાનો વધારો કર્યો છે. જેથી દેશના વિકાસને વેગ મળે. તેમજ રોજગારીની નવી તકો ઉભી કરા શકાય. મૂડીખર્ચ માટે બજેટમાં 10 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રેલ, રોડ અને માર્ગો સહિતના મહત્વના […]

કૃષિ ઋણ લક્ષ્યાંકને વધારીને 20 લાખ કરોડ કરવામાં આવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરવાની સાથે જાહેરાત કરી હતી કે, પશુપાલન, ડેર અને મત્સ્ય પાલન પર ધ્યાન રાખીને કૃષિ ઋણ લક્ષ્યાંકને વધારીને 20 લાખ કરોડ કરવામાં આવશે. ગ્લોબલ હબ ફોર મિલેટ્સ હેઠળ મિલેટ્સમાં ભારત ઘણું આગળ છે. ખેડૂતો માટે પોષણ, ખાદ્ય સુરક્ષા અને આયોજન માટે મિલેટ્સના કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. […]

બાળકો-યુવાનો માટે નેશનલ ડિજીટલ લાઈબ્રેરી બનાવાશે, નવી 157 નર્સિંગ કોલેજ શરૂ કરાશે

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ ભાષણની શરૂઆત કરી અને નાણાકીય વર્ષ 2023-24 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. દરમિયાન તેમણે જણાવ્યું હતું કે,  બાળકો અને યુવાઓ માટે નેશનલ ડિજીટલ લાઈબ્રેરી સ્થાપિત કરવામાં આવશે. વર્ષ 2014 બાદ બનેલી 157 મેડિકલ કોલેજો સાથે કોલોકેશનમાં 157 નવી નર્સિંગ કોલેજ સ્થાપિત કરવામાં આવશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code