1. Home
  2. ગુજરાતી
  3. બાળકો-યુવાનો માટે નેશનલ ડિજીટલ લાઈબ્રેરી બનાવાશે, નવી 157 નર્સિંગ કોલેજ શરૂ કરાશે
બાળકો-યુવાનો માટે નેશનલ ડિજીટલ લાઈબ્રેરી બનાવાશે, નવી 157 નર્સિંગ કોલેજ શરૂ કરાશે

બાળકો-યુવાનો માટે નેશનલ ડિજીટલ લાઈબ્રેરી બનાવાશે, નવી 157 નર્સિંગ કોલેજ શરૂ કરાશે

0
Social Share

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ ભાષણની શરૂઆત કરી અને નાણાકીય વર્ષ 2023-24 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. દરમિયાન તેમણે જણાવ્યું હતું કે,  બાળકો અને યુવાઓ માટે નેશનલ ડિજીટલ લાઈબ્રેરી સ્થાપિત કરવામાં આવશે. વર્ષ 2014 બાદ બનેલી 157 મેડિકલ કોલેજો સાથે કોલોકેશનમાં 157 નવી નર્સિંગ કોલેજ સ્થાપિત કરવામાં આવશે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મિલેટ્સ ટૂંક સમયમાં બનાવવામાં આવશે. ભારત @ 100 દ્વારા, દેશ વિશ્વભરમાં મજબૂત થશે. ગ્રામીણ મહિલાઓ માટે 81 લાખ સ્વ-સહાય જૂથોને મદદ મળી છે, જેમાં વધુ વધારો કરવામાં આવશે. પીએમ વિશ્વ કર્મ કૌશલ સન્માન, હસ્તકલા અને વેપારમાં કામ કરતા લોકોએ કલા અને હસ્તકલામાં યોગદાન આપ્યું. જે આત્મનિર્ભર ભારત માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આના દ્વારા માત્ર આર્થિક મદદ જ નહીં પરંતુ તેમની ટેકનિકલ કૌશલ્ય સુધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો અને તેમને સામાજિક સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code