રાજકોટ, 3 ઓક્ટોબર, 2026 : Now facial verification will be done if fingerprints of ration card holders do not match રાજ્યના 72 લાખ જેટલા રેશનકાર્ડ ધારકોને ફિંગર પ્રિન્ટ મેચ કરી રેશનિંગની દુકાનો પરથી અનાજનો જથ્થો આપવામાં આવે છે. જોકે ફિંગરપ્રિન્ટ મેચ ન થતાં ઘણા રેશનકાર્ડ ધારકોને અનાજ મળતુ નહતું. ઘણાબધા સિનિયર સિટિઝનની ફિંગરપ્રિન્ટ મેચ થતી નહતી. જ્યારે ઘણા એવા શ્રમિકો પણ હતા કે, કામને લીધે તેમની ફિંગર બરછટ બનવાને કારણે ફિંગરપ્રિન્ટ મેચ થતી નહતી. આ અંગેની ફરિયાદો ઊઠતા સરકારે હવે ફિંગરપ્રિન્ટના સ્થાને ચહેરાનું વેરિફિકેશન કરીને રેશનિંગનું અનાજ આપવાનો નિર્ણય કર્યો છે.
આ અંગે રાજ્યના પુવઠા વિભાગના સૂત્રોના કહેવા મુજબ વાજબી ભાવની દુકાનો પર અંગૂઠો લગાવવાની ઝંઝટ અને ફિંગરપ્રિન્ટ મેચ ન થવાની જે મુશ્કેલી પડતી હતી, તેનાથી હવે રાહત મળશે, સરકારે રાશન વિતરણ પ્રણાલીને વધુ સરળ અને પારદર્શી બનાવવા માટે ફેસ ઓથેન્ટિકેશનની સુવિધા લાગુ કરી છે. જેનો હવે અમલ શરૂ કરી દેવાયો છે. આ વ્યવસ્થા હેઠળ જો ફિંગરપ્રિન્ટ મેચ નહીં થાય, તો ચહેરા પરથી વેરિફિકેશન કરીને પણ રાશન આપી દેવામાં આવશે.
રાશન કાર્ડ ધારકોને અનાજ લેવા માટે રેશનિંગની દુકાનો પર ઈ-પીઓએસ મશીન પર બાયોમેટ્રિક વેરિફિકેશન હેઠળ અંગૂઠો કે આંગળીની પ્રિન્ટ આપવી પડે છે. ઘણી વખત નેટવર્કની ખામી, ટેકનિકલ સમસ્યા કે ત્વચાની સંવેદનશીલતાના કારણે ફિંગરપ્રિન્ટ મેચ થતા નથી, જેના લીધે લોકોને અનાજ લીધા વિના જ પરત ફરવું પડતું હતું. હવે નવી વ્યવસ્થા મુજબ જો કોઈ ગ્રાહકનો ફિંગરપ્રિન્ટ મેચ નહીં થાય, તો મશીનના કેમેરાથી લાભાર્થીના ચહેરાને સ્કેન કરીને આધાર ડેટાબેઝ સાથે તેનું વેરિફિકેશન કરી લેવામાં આવશે. આ નવી ટેકનોલોજીનો સૌથી મોટો ફાયદો વૃદ્ધો અને દિવસ-રાત મજૂરી કરતા શ્રમિકોને થશે. વધતી ઉંમર અને સતત શારીરિક શ્રમના કારણે આવા લોકોની આંગળીઓના નિશાન ઘસાઈ જાય છે, જેને મશીન સરખી રીતે સ્કેન કરી શકતું નથી. ફેસ ઓથેન્ટિકેશન ન થવાથી હવે તેઓ કોઈ પણ જાતની મુશ્કેલી વગર સરળતાથી પોતાનું રાશન મેળવી શકશે.
સરકાર આ સિસ્ટમને સુચા પે લાગુ કરવા માટે દેશભરની રાશનની દુકાનોમાં વપરાતા PDS મશીનો અને તેના મુખ્ય સિસ્ટમમાં જરી ટેકનિકલ ફેરફાર તથા સોફ્ટવેર અપડેટ કરવા જઈ રહી છે. જોકે, આ સુવિધાનો લાભ શઆતના તબક્કામાં ત્યાં જ મળી શકશે જ્યાંના મશીનોમાં કેમેરા અને આ ટેકનોલોજીનું અપડેટ લાઈવ થઈ ચૂક્યું હશે.


