Homeગુજરાતીગુજરાતગુજરાતમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન જીએસટીની આવકમાં 35 ટકાનો થયો વધારો

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન જીએસટીની આવકમાં 35 ટકાનો થયો વધારો

અમદાવાદ, 3 ઓક્ટોબર, 2026 : GST revenue in Gujarat increased by 35 percent દેશમાં જીએસટીની આવક મહિને બે લાખ કરોડને વટાવી ગઈ છે. ત્યારે ગુજરાતમાંથી જીએસટીની આવકમાં સપ્ટેમ્બરમાં 35 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં જીએસટીની આવક વધતા એનો અર્થ એવો છે કે, રાજ્યમાં ઉદ્યોગ-ધંધા ટોપ ગિયરમાં ચાલી રહ્યા છે. ગત સપ્ટેમ્બર 2026માં રાજયને જીએસટી હેઠળ રૂા.8,167 કરોડની આવક થઈ હતી.  જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક રૂા.6,050 કરોડ કરતા 35% વધુ છે. સપ્ટેમ્બર 2026માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ 14.7 ટકા રહ્યો છે.

રાજ્યના નાણા વિભાગના સૂત્રોના કહેવા મુજબ ગુજરાતમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન જીએસટીની આવક રૂપિયા 8,167 કરોડ થઈ હતી. જ્યારે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ છ માસમાં સપ્ટેમ્બર 2026 અંત સુધીમાં જીએસટી હેઠળ રાજયને રૂા.49,858 કરોડની આવક થઈ હતી. જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક રૂા.38,540 કરોડ કરતા 29 ટકા વધુ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજયના સપ્ટેમ્બર 2026માં વેટ હેઠળ રૂા.2,930 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ રૂા.1,102 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ રૂા.24 કરોડની આવક થઈ હતી. આમ, રાજય કર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ રૂા.12,222 કરોડની આવક થઈ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular