Site icon Revoi.in

યુપીના 2.68 ઘરો અને 50 લાખ ઓફિસોમાં લહેરાવાશે ત્રિરંગો,ધ્વજને સન્માનવા માટે ‘જય ઘોષ’ની તૈયારી

Social Share

લખનઉ:ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે,રાજ્યની 50 લાખ સરકારી કચેરીઓ, બિન-સરકારી કચેરીઓ અને અન્ય વ્યાપારી સંસ્થાઓમાં ત્રિરંગો ફરકાવવામાં આવશે.તેમણે કહ્યું કે આ માટે ધ્વજ ગીત જયઘોષ તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે યુપીમાં ડોર ટુ ડોર તિરંગા કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને રાજ્યમાં કુલ 3.18 કરોડ તિરંગા લહેરાવામાં આવશે. તેમાંથી 2.68 કરોડ તિરંગા રહેણાંક મકાનોમાં લગાવવામાં આવશે.

સીએમ યોગીએ કહ્યું કે,રાજ્ય દ્વારા ધ્વજ ગીત ‘જયઘોષ’ તૈયાર કરવામાં આવ્યું છે અને તેનો હેતુ યુવા પેઢીને દેશભક્તિ માટે પ્રેરિત કરવાનો અને તેમને દેશની સુરક્ષા અને સમૃદ્ધિ સાથે જોડવાનો છે. ભાવિ પેઢીને દેશભક્તિ સાથે જોડવાની અને દેશને મજબૂત કરવાની જવાબદારી આપણા સૌની છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી તમામ રાજ્યોની બેઠકમાં આ વાત કહી.હકીકતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી. કિશન રેડ્ડીની અધ્યક્ષતામાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનું આયોજન કરવા માટે એક બેઠક બોલાવવામાં આવી હતી.

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વતંત્રતાના અમૃત મહોત્સવના સંકલ્પને દેશમાં જોશ અને ઉત્સાહ સાથે પૂર્ણ કરવામાં આવી રહ્યો છે અને યુપીમાં 11 થી 17 ઓગસ્ટ 2022 દરમિયાન ‘સ્વતંત્રતા સપ્તાહ’નું આયોજન કરવામાં આવશે.

સીએમ યોગીએ રાજ્યમાં ધ્વજની ખરીદી માટે MSME વિભાગને જવાબદારી સોંપી છે. તેમણે કહ્યું કે MSME વિભાગ દ્વારા 02 કરોડ ત્રિરંગાની ખરીદીની પ્રક્રિયા GeM પોર્ટલ દ્વારા કરવામાં આવી રહી છે અને 01 કરોડ 18 લાખ ત્રિરંગા સ્વ-સહાય જૂથો, NGO, ખાનગી સિલાઈ કેન્દ્રો વગેરે દ્વારા બનાવવામાં આવી રહ્યા છે.