Site icon Revoi.in

નેપાળ બોર્ડરથી એક કાશ્મીરી સાથે 2 પાકિસ્તાનીઓની ધરપકડ, ભારતમાં ઘૂસવાની કોશિશ કરતું ચીની યુગલ પણ ઝડપાયું

Social Share

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી વચ્ચે મહારાજગંજ જિલ્લાથી લાગેલી ભારત-નેપાળ બોર્ડર પર સુરક્ષા એજન્સીઓએ 3 શકમંદોની એટીએસને સોંપણી કરવામાં આવી છે. જણાવવામાં આવે છે કે ઝડપાયેલા લોકોમાં 2 પાકિસ્તાની અને એક જમ્મુ-કાશ્મીરનો વતની છે. અધિકારીઓએ આમની પાસેથી પાકિસ્તાની પાસપોર્ટ પણ જપ્ત કર્યો છે. જો કે આ  આખા મામલામાં જિલ્લાના અધિકારીઓએ મૌન સેવ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મંગળવારની રાત્રે સોનૌલી સીમા પર ઈમિગ્રેશન વિભાગના અધિકારી ભારતથી નેપાળ આવનારા લોકોની તપાસ કરી રહ્યા હતા. ત્યારે નેપાળ જવા માટે એક બસ સીમા પર પહોંચી. બસની તવાસ કરવામાં આવી. ત્રણ શકમંદો ઝડપાયા. પૂછપરછ પરથી ઉજાગર થયું કે તેમાંથી બે યુવક પાકિસ્તાની છે. તેમની પાસેથી પાકિસ્તાની પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો. જ્યારે એક યુવક જમ્મુ-કાશ્મીરનો વતની હતો. તેની પાસેથી આધાર કાર્ડ જપ્ત કરાયું.

પૂછપરછ બાદ પાકિસ્તાની યુવકોની ઓળખ મોહમ્મદ અલ્તાફ પુત્ર ખિજાર મોહમ્મદ, નિવાસી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને બીજા યુવકની ઓળખ સૈયદ ગઝની મોહમ્મદ સઈદ, લારકાના પાકિસ્તાન તરીકે થઈ છે. જ્યારે નાસિર જમાલ પુત્ર કાસિમ અહમદ, કરાલપોલ, શ્રીનગર, જમ્મુ-કાશ્મીર હોવાનું જણાવાયું છે. જણાવાય રહ્યું છે કે મંગળવારની રાત્રે જ લખનૌ એટીએસ ત્રણેય શકમંદોની પૂછપરછ માટે તેમની સાથે લઈ ગઈ છે. જો કે સ્થાનિક પોલીસ પ્રશાસને આ મામલામાં ચુપકીદી સાધી છે.

મહત્વપૂર્ણ છે કે 26 માર્ચ, 2024ના રોજ પણ નેપાળ બોર્ડરથી બે ચીની નાગરિકો ઝડપાયા હતા. તેમને સિદ્ધાર્થનગરમાં એસએસબીએ ઝડપ્યા હતા. ધરપકડ કરાયેલા ચીનીઓમાં એક મહિલા અને બીજો પુરુષ છે. બંને પાસેથી ચીન અને નેપાળના સિમ સિવાય ઘણાં અન્ય સામાન જપ્ત થયો. બભની ટ્રાઈજંક્શન પાસે 1 મહિલા સહીત 2 શકમંદો નેપાળના માર્ગે ભારતની સીમામાં ઘૂસતા દેખાયા. પોલીસે તેમને રોકીને પુછપરછ કરી તો પુરુષનું નામ ઝોઉ પુલિન અને મહિલાનું નામ યુઆન યુહાન હોવાનું સામે આવ્યું. ઝોઉ પુલિન ચીનના સિચુઆન પ્રાંતનો વતની છે, જ્યારે યુઆન યુહાન જોંગકિંગ જિલ્લાની વતની છે. બંનેને જેલમાં મોકલી દેવાયા છે.