Site icon Revoi.in

કોરોનાના દર્દીઓની સારવાર માટે રેલવેના 20 કોચને હોસ્પિટલમાં રૂપાંતરિત કરી સ્ટેન્ડ ટૂ રખાયા

Social Share

અમદાવાદઃ રેલવે દ્વારા 20 જેટલા કોચને હોસ્પિટલમાં રૂપાંતરિત કરીને જરૂર પડે તૈયાર રાખવામાં આવ્યા છે. 20 રેલવે કોચ   કોવિડ દર્દીઓની સારવાર માટે તંત્રને સુપરત કરી દેવામાં આવ્યા છે. બેડ, પડદા, ઓક્સિજન, ટોઈલેટ, સેનીટેશન, ફાયર સેફટી સહિતની સુવિધા સાથે  20 કોચ સજ્જ કરી દેવામાં આવ્યા છે

રાજ્યમાં  કોરોના મહામારીએ વ્યાપક માથું ઉંચકયું છે. છેલ્લા પખવાડિયામાં મહામારી દિન-પ્રતિદિન વધતી જાય છે. તેવા સંજોગોમાં છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટ શહેરની સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલમાં પણ દર્દીઓનો ધસારો વધ્યો છે તેમાં હાલ ખાનગી હોસ્પિટલોમાં પણ જગ્યા નથી તેવા સંજોગોમાં રાજકોટ રેલવે દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલી કોવિડ-19 કવોરોન્ટાઈન અને આઈસોલેશન કોચ સહિતની તબીબી સુવિધા સહિતની 20 કોચની ખાસ ટ્રેન સ્ટેન્ડ ટૂ રાખી દેવામાં આવી હોવાનું રેલવે સત્તાવાળાઓએ જણાવ્યું હતું.

રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ ગત એપ્રિલ-મે માસમાં કોરોના મહામારીના શરૂઆતના તબકકામાં જ રેલવે દ્વારા કોરોના દર્દીઓની સારવાર માટે ખાસ તબીબી સુવિધા સહિતના કોચ તૈયાર કરવામાં આવ્યા હતા જેની જો કે તે વખતે  પડી ન હતી. દરમિયાન છેલ્લા પંદરેક દિવસમાં મહામારીએ માથું ઉંચકતા હાલ જરિયાત મુજબ રેલવેના આ ખાસ કોવિડ-19 કવોરોન્ટાઈન કમ આઈસોલેશન કોચમાં સારવાર માટે તંત્ર સમક્ષ તૈયારી બતાવવામાં આવી છે અને 20 કોચની આ ટ્રેન હાલ રેલવે કોલોની યાર્ડ ખાતે સ્ટેન્ડ ટૂ રખાઈ છે. આ ટ્રેનમાં કોચ દીઠ જરી બેડ, પડદા, ટોઈલેટ, સેનીટેશન સુવિધા, ઓક્સિજન, અગ્નિશમન વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

Exit mobile version