Site icon Revoi.in

ગુજરાતમાં ખાનગી ક્ષેત્રે પાંચ વર્ષમાં 20 લાખ રોજગારી ઉભી કરાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં રોજગારી મુદ્દે કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવે છે. જો કે, આગામી પાંચ વર્ષના સમયગાળામાં ખાનગી ક્ષેત્રે 20 લાખ રોજગારીની તકો ઉભી કરવાની સરકારે જાહેરાત કરી છે. આ ઉપરાંત સરકારી સંસ્થાઓમાં બે લાખ યુવાનોની ભરતી કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલે પ્રથમવાર પેપરલેસ બજેટ રજૂ કર્યું હતું. જેમાં વિવિધ ખેડૂત, આરોગ્ય અને શિક્ષણ ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત વિકાસ ઉપર પણ ધ્યાન કેન્દ્રીય કરવામાં આવ્યું છે. સરકારે રોજગારીને લઈને મોટી જાહેરાત કરી છે. આગામી પાંચ વર્ષમાં સરકારી કચેરી, બોર્ડ કોર્પોરેશન, અનુદાનિત સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અંદાજે બે લાખ યુવાનોની નવી ભરતી કરવામાં આવશે.

રાજ્યમાં ખાનગી ક્ષેત્રે પણ રોજગારીની તકો ઉભી કરવાનો નિર્ધાર સરકારે વ્યક્ત કર્યો છે. આગામી પાંચ વર્ષમાં મેન્યુફેક્ચરિંગ, ફાર્મા, એનર્જી, એન્જીનિયરીગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આઈ.ટી., પ્રવાસન, હૉસ્પિટાલીટી, ફૂડ પ્રોસેસિંગ, બેન્કિંગ અને સર્વિસ સેક્ટરમાં 20 લાખ રોજગારી ઊભી કરવામાં આવશે.