Site icon Revoi.in

21મી સદીના ડેટા ભવિષ્યમાં ઇતિહાસ નક્કી કરશેઃ પીએમ મોદી

The Prime Minister, Shri Narendra Modi at the celebration of first Audit Diwas, in New Delhi on November 16, 2021. The Comptroller and Auditor General of India, Shri Girish Chandra Murmu is also seen.

Social Share

દિલ્હીઃ 21મી સદીમાં ડેટાએ માહિતી છે અને આગામી સમયમાં આપણો ઈતિહાસ ડેટા મારફતે જ જોવાશે અને સમજાશે. ભવિષ્યમાં ડેટા જ ઈતિહાસ નક્કી કરશે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ ઓડિટ દિવસની ઉજવણી નિમિત્તે જણાવ્યું હતું. આ પ્રસંગ્રે પીએમ મોદીએ વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, એક સમયે દેશમાં ઓડિટિંગને આશંકા અને ડરની નજરથી જોવામાં આવતું હતું. કેગ વિરુદ્ધ સરકારની માન્યતા આપણી સિસ્ટમમાં એક સામાન્ય માન્યતા હતી.  આજે આ માન્યતા બદલાઈ ગઈ છે. આજે ઓડિટને મૂલ્યવર્ધનના મહત્વના ભાગ તરીકે જોવામાં આવી રહ્યું છે. કેગ માત્ર રાષ્ટ્રના હિસાબ કિતાબોનું જ જતન નથી કરતું પરંતુ ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં મૂલ્યવર્ધન પણ કરે છે. કેગ એ ફાઈલોમાં ગડબડ કરતા વ્યસ્ત વ્યક્તિની છબીને દૂર કરી છે. તેમણે નોંધ્યું હતું કે “કેગ આધુનિક પ્રક્રિયાઓ અપનાવીને ઝડપથી બદલાયું છે. અદ્યતન એનાલિટિક્સ ટૂલ્સ, જીઓ સ્પેશિયલ ડેટા અને સેટેલાઇટ ઇમેજરીનો થઈ રહ્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે દેશમાં ઓડિટિંગને આશંકા અને ડરની નજરથી જોવામાં આવતું હતું. ‘કેગ વિરુદ્ધ સરકાર’ આ માન્યતા આપણી સિસ્ટમમાં એક સામાન્ય માન્યતા હતી. પરંતુ, આજે આ માન્યતા બદલાઈ ગઈ છે. આજે ઓડિટને મૂલ્યવર્ધનના મહત્વના ભાગ તરીકે જોવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને જણાવ્યું હતું કે આ મહાન નેતાઓએ આપણને કેવી રીતે મોટા લક્ષ્યાંકો સ્થાપવા તથા તેને કેવી રીતે હાંસલ કરવા તે શીખવ્યું છે.