Site icon Revoi.in

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ફાર્મસીની નવી 25 કોલેજોને મળી મંજુરી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વિદ્યાર્થીઓ તબીબી વિદ્યાશાખા બાદ ફાર્મસીમાં પ્રવેશ લેવાનું પસંદ કરતા હોય છે. ફાર્મસીનો અભ્યાસ કરવા માટે મર્યાદિત કોલેજ છે ત્યારે હવે ચૂંટણી પુરી થતા જ કેન્દ્ર દ્વારા ગુજરાતને નવી 25 ફાર્મસી કોલેજની મંજૂરી આપીને ભેટ આપી છે. 25 નવી કોલેજને મંજૂરી મળતા 1400 વિદ્યાર્થીઓને લાભ મળશે.અગાઉ વિદ્યાર્થીઓને ફાર્મસીના અભ્યાસ માટે અન્ય રાજ્યમાં જવું પડતું હતું જેની જગ્યાએ હવે 25 કોલેજમાં વિદ્યાર્થીઓને એડમિશન મળશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પુરી થતા જ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ભેટ આપવામાં આવી છે. ગુજરાતમાં નવી 25 ફાર્મસી કોલેજનો મંજૂરી મળી છે.18 કોલેજ બેચરલ ઓફ ફાર્મસી અને 7 કોલેજ ડિપ્લોમા ઇન ફાર્મસીની છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા નવી કોલેજનો મંજૂરી આપવામાં આવી છે.બેચરલ ઓફ ફાર્મસીની 1000 કરતા વધુ અને ડિપ્લોમા ઇન ફાર્મસીની 400 બેઠકો વધારવામાં આવી છે. આથી ફાર્મસીનો અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓને ફાયદો થશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ફાર્મા ઇન્ડસ્ટ્રી બાદ હવે ફાર્મસી એજ્યુકેશનમાં પણ ગુજરાત હવે મોખરે રહેશે. ફાર્મસીની સીટ ઓછી હોવાના કારણે વિદ્યાર્થીઓ બહારના રાજ્યમાં ભણવા જતા હતા.25 કોલેજને મંજૂરી મળતા હવે વિદ્યાર્થીઓ ગુજરાતમાં જ ભણશે.ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ ડૉ. મોન્ટુ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં ફાર્માસીસ્ટોની અવિરત માંગ છે. કેન્દ્ર દ્વારા આ બાબત ધ્યાને રાખીને ગુજરાત માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે આવતા વર્ષથી નવી કોલેજમાં એડમિશન પણ આવક આવશે.

Exit mobile version