Site icon Revoi.in

મધ્યપ્રદેશમાં ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા GST વસુલાશે, બિલ વિધાનસભામાં રજુ થયું

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશમાં નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાએ વિધાનસભામાં બજેટ રજુ કર્યું હતું. આ ઉપરાંત ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા જીએસટી લગાવતુ વિધેયક રજુ કર્યું હતું. જેનો કોંગ્રેસના ધારાસભ્ય રામનિવાસ રાવત, અભિજીત શાહ અને અભય મિશ્રાએ વિરોધ કર્યો હતો. વિપક્ષી નેતા ઉમંગ સિંધારએ આરોપ લગાવતા કહ્યું હતું કે, સરકાર જુગાર-સટ્ટાને કાયદેસર બનાવવામાં આવી રહ્યું છે. અન્ય ધારાસભ્યોએ કહ્યું કે ઓનલાઈન ગેમિંગને કાયદેસર બનાવવાથી લોકો વધુ ઓનલાઈન ગેમ્સ રમશે. આ યોગ્ય નથી. આના જવાબમાં નાણામંત્રીએ કહ્યું કે, માત્ર ઓનલાઈન ગેમિંગના વ્યસનને રોકવા માટે GST લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. દરમિયાન ગૃહમાં બિલ પસાર કરવામાં આવ્યું હતું.

વિધેયક પસાર થયા બાદ હવે ઓનલાઈન ગેમિંગને જીએસટીના દાયરેમાં આવી ગયું છે. સરકાર ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા વસુલ કરવામાં આવશે. અત્યાર સુધીમાં ઓનલાઈન ગેમ રમનાર વ્યક્તિને મળતા કમિશન પર પણ જીએસટી વસુલ કરાશે. હવે ગેમિંગથી થતી આવકને પણ ટેક્સમાં આવરી લેવામાં આવરી લેવામાં આવ્યું છે. સરકાર આ મુદ્દે 27મી જાન્યુઆરીના અધ્યાદેશ લાગુ કરી ચુકી છે. વિધાયક પસાર થયા બાદ હવે આ કાનૂન બની જશે. આ દરમિયાન વિધાનસભામાં વિનિયોગ વિધેયક 2024 ગૃહમાં પાસ થયું છે.

સ્વાસ્થ્ય મંત્રી રાજેન્દ્ર શુક્લાએ વિધાનસભામાં કહ્યું કે દરેક લોકસભા મતવિસ્તારમાં મેડિકલ કોલેજ ખોલવાનો પ્રસ્તાવ છે. આ માટે પીપીપી મોડલની શક્યતાઓ તપાસવામાં આવી રહી છે. તેની જોગવાઈઓ સુધારા બિલ દ્વારા કરી શકાય છે. મેડિકલ એજ્યુકેશન અને હેલ્થ વિભાગને મર્જ કરવામાં આવી રહ્યા છે. સુધારા બિલ આ માટે માર્ગ મોકળો કરશે. તેના પર રામનિવાસ રાવતે પૂછ્યું કે નર્સિંગ કોલેજોને કોણ માન્યતા આપશે? સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે આ માટે મેડિકલ બોર્ડની રચના કરવામાં આવશે. તમામ પ્રકારની ઓળખ તેના તરફથી જ આપવામાં આવશે.