Site icon Revoi.in

આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા,તીવ્રતા 3.0ની નોંધાઈ

Social Share

ગુવાહાટી: આસામમાં ફરીવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આસામના નગાંવમાં 3.0ની તીવ્રતાથી આવેલા ભૂકંપના કારણે લોકોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આસામમાં ભૂકંપના આંચકા પહેલા પણ અનુભવાયા છે જેના કારણે લોકો સતત ચિંતામાં રહે છે.

ભારતના પૂર્વી રાજ્યોમાં અને ઉત્તરના રાજ્યોમાં છેલ્લા કેટલાક સમયથી નાના મોટા ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. પૂર્વ રાજ્ય મિઝોરમમાં પણ થોડા દિવસ પહેલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.