Site icon Revoi.in

ઉત્તરાખંડના બાગેશ્વરમાં ભૂકંપના આચંકા – રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3 નોંધાઈ

Social Share

દિલ્હીઃ- આજ રોજ સવારે 10.5 વાગ્યે ઉત્તરાખંડની ધરતી ભુકંપથી ધ્રુજી ઉઠી છે. શુક્રવારની સવારે બાગેશ્વરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ધરતીકંપનું પ્રમાણ 3.3 માપાયું હતું. આ બાબતે પોલીસ મથકોને જાણ કરવામાં આવી છે જો કે, આ ભૂકંપમાં નુકસાન થવા પામ્યું નથી.

ઉત્તરાખંડ ભૂકંપ પ્રત્યે ખુબ જ  સંવેદનશીલ રાજ્ય છે. બાગેશ્વર ઝોન પાંચમાં સમાવેશ પામે છે અને તે ભૂકંપ પ્રત્યે ખૂબ સંવેદનશીલ માનવામાં આવે છે. ગયા મહિને ડિસેમ્બરની પહેલી તારીખના રોજ સવારે ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ત્યારે ભૂકંપનું કેન્દ્ર બહાદરાબાદ બ્લોકના ઓરંગાબાદ વિસ્તારમાં  આવેલું ડાલુવાલા કલાન ગામ હતું. ભૂકંપનું પ્રમાણ ત્યારે રિક્ટર સ્કેલ પર 4.0 નોંધાયુ હતું. જો કે તેમાં કોઈ નુશાન થવા પામ્યું નહોતું

ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના સલાહકાર ડો.હરીબલ્લભ કુનિઆલના જણાવ્યા પ્રામણે આજે સવારે લગભગ 9.41 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને તેની ઊંડાઈ આશરે 40 કિ.મી. સુધીની રહી હતી, ભૂકંપ 30.3 અક્ષાંશ અને 77.95 રેખાંશ પર હતો.

ઉલ્લેખનીય છે કે, એક જ મહિનાના સમાયંતરે આ બીજી વખત ભૂંકના આંચકા અનુભવાયા છે,ઉત્તરાખંડ ભૂકંપને લઈને અવારનવાર ચર્ચામાં રહેતું રાજ્ય છે,પહાડી વિસ્તારોમાં સ્થિત આ રાજ્યના ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા આવતા રહેતા હોય છે.

સાહિન-