Site icon Revoi.in

કચ્છમાં ધરા ધ્રુજી, 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

Social Share

અમદાવાદઃ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂકંપના આંચકા આવે છે. દરમિયાન આજે સોમવારે ભૂકંપનો આંચલો આવ્યો હતો. જેથી લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપના આ આંચકામાં સદનસીબે કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છ જિલ્લામાં આજે સવારે 9.05 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો. આંચકાની તીવ્રતા 3.3ની હોવાનું જાણવા મળે છે. તેમજ તેનું કેન્દ્રબિંદુ દુધઈ નજીક નોંધાયું હતું. ભૂકંપના આ આંચકાથી કોઈ જાનાહાની થઈ નહીં હોવાથી જાણવા મળે છે. જો કે, ભૂકંપના આંચકા આવતા લોકો તાત્કાલિક ઘરની બહાર દોડી ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ અને સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂકંપના આંચકા વધ્યાં છે. આ ઉપરાંત ઉત્તરગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભૂકંપના આચકા આવ્યાં હતા.