Site icon Revoi.in

દેશમાં IPC, CrPC અને એવિડેન્સ એક્ટની જગ્યાએ નવા 3 વિધાયક પસાર કરાશેઃ અમિત શાહ

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે આઈપીએસ પ્રોબેશનર્સના 75મી બેચના પાસિંગ આઉટ પરેડમાં સામેલ થયાં હતા. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમીમાં આઈપીએસ કેડેટસ સમક્ષ અમિત શાહે કહ્યું હતું કે, દેશમાં બ્રિટિશ શાસનમાં બનાવવામાં આવેતા કાયદા ખતર કરવામાં આવશે. આઈપીસી-સીઆરપીસી અને એવિડેન્સ એક્ટમાં કેટલાક બદલાવ કરાયા છે. નવા કાયદા સાથે ગૃહ મંત્રાલયની સંસદીય સમિતિ આની ઉપર વિચાર કરી રહી છે. આગામી સમયમાં આ કાયદો પસાર થઈ જશે અને આ કાયદા પ્રમાણે દેશમાં નવા ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ શરૂ થશે.

પાકિંગ આઉટ પરેડમાં 155 આઈપીએસ ટ્રેની ઓફિસર, 20 ફોરેન ટ્રેની ઓફિસર સહિત કુલ 175 કેડેટ્સનો સમાવેશ થાય છે. 175 કેડટસ પૈકી 32 મહિલા છે. છ વિદેશ કેડટર્સ પૈકી છ ભુટાન, પાંચ માલદીવ, પાંચ નેપાળ અને ચાર મોરિશસ પોલીસના છે. અમિત શાહને જે ત્રણ નવા કાનુનનો ઉલ્લેખ કર્યો છે. તે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023, ભારતીય ન્યાય સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય વિધેયક 2023 છે. જેને 11મી ઓગસ્ટના રોજ લોકસભામાં પાસ કરવામાં આવ્યું હતું. જે વિધેયક ભારતીય દંડ સંહિતા (આઈપીસી) 1860, સીઆરપીસી અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 1872ની જગ્યાએ લાગુ થશે.

દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર દ્વારા ગુલામીના પ્રતિકોને દુર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત અંગ્રેજોના સમયના કાયદાઓને પણ દુર કરીને નવા કાયદા બનાવવાની દિશામાં કવાયત ચાલી રહી છે.