Site icon Revoi.in

ગોંડલ નજીક સિમેન્ટ ફેકટરીમાં સર્જાયેલી દૂર્ઘટનામાં 3 શ્રમજીવીઓના મોત

Social Share

અમદાવાદઃ ગોંડલ નજીક આવેલી સિમેન્ડની એક ફેકટરીમાં સર્જાયેલી દૂઘટનામાં 3 શ્રમજીવીઓના મોત થયાનું જાણવા મળે છે. કેમિકલની બેંકમાં વેલ્ડીંગ દરમિયાન આ દૂર્ઘટના સર્જાઈ હતી. આ બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સિમેન્ટ ફેક્ટરીમાં શ્રમિકો કેમિકલની બેંકમાં વેલ્ડીંગ કામ કરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 1 શ્રમિકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે મજૂરોના સારવાર દરમિયાન મોત થયા હતા. વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ફેક્ટરીની અંદર કેમિકલની બેંકમાં વેલ્ડિંગનું કામ કરતા દરમિયાન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સુત્રાપાડાના રાહુલ જસાભાઈ પંપાણિયા, ગીર સોમનાથના દેવલપુર ગામના આશિષ હમીરભાઈ સોલંકી અને ઉત્તરપ્રદેશના બલવા ગોરીનાં અમર શિવધારાભાઈ વિશ્વકર્માના મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. ઉપરાંત ત્રણેય યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડાયા હતા.એક શ્રમિકનું મોઢુ એટલી હદે છૂંદાઇ ગયું હતું કે તેનો ચહેરો ઓળખવો પણ મુશ્કેલ બન્યો હતો. પોલીસે ત્રણેય યુવાનના પરિવારજનોનો સંપર્ક સાધવા કાર્યવાહી હાથ ધરી હતી.