Site icon Revoi.in

પાલનપુરના 35 વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરાયો, હવે મિલકતો વેચવા પ્રાંતની મંજુરી લેવી પડશે

Social Share

અમદાવાદઃ  બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા પાલનપુર શહેરના 35 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. સરકારે જાહેરનામુ બહાર પાડીને અશાંત ધારાનો અમલ શરૂ કરી દીધો છે. આ 35 વિસ્તારોમાં મિલકત વેચવી હશે તો હવે નાગરિકોએ પ્રાંત અધિકારીની મંજુરી લેવી પડશે.

રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના 35 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. પાલનપુર શહેરના 35  વિસ્તારોમાં જો કોઈ નાગરિકે મિલકત વેચવી હશે તો અગાઉથી પ્રાંત અધિકારીની મંજુરી લેવી પડશે. સરકારે જાહેર કરેલો અશાંત ધારો 2023થી 2028 સુધી અમલમાં રહેશે. ભૂતકાળમાં આ વિસ્તારોમાં કોમી રમખાણો થયાં હતાં જેને લઈને સરકારે અશાંત ધારો લગાવવાનો નિર્ણય કર્યો છે.  અશાંત વિસ્તારો એટલે કે જ્યાં કોમી તોફાનો કે રમખાણો થવાના કિસ્સાઓ વારંવાર બનતા હોય તેવા વિસ્તારોમાં શાંતિ સ્થપાઈ રહે અને કોઈ ચોક્કસ સમુદાયના લોકોની વસતી વધી અને જનસંખ્યા વિષયક સંતુલન ખોરવાય તો ત્યાં વસતાં લોકોની મિલકત પર તમામ પ્રકારની તબદીલી નિયંત્રિત કરતો કાયદો અશાંત ધારો છે. આ વિસ્તારોની મિલકત તબદીલી કરતાં પૂર્વે કલેક્ટરની પૂર્વ મંજુરી લેવી જરૂરી બને છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અશાંત વિસ્તારો કે જ્યાં કોમી તોફાનો કે રમખાણો થવાના કિસ્સા બનતાં હોય તેવાં વિસ્તારોમાં શાંતિ રહે તથાં કોઇ એક ચોક્કસ સમુદાયના લોકોની વસ્તી ખૂબ વધી જાય અને જનસંખ્યાવિષયક સંતુલન ખોરવાય ત્યાં વસનારાં લોકોની મિલકતની તમામ પ્રકારની તબદીલી નિયંત્રિત કરતો કાયદો છે. અહીં મિલકતની તબદીલી કરતાં પૂર્વે કલેક્ટરની પૂર્વમંજૂરી જરુરી છે. હવે પાલનપુર શહેરના 35 જેટલાં વિસ્તારોમાં  મકાન સહિત કોઈ મિલકત વેચવી હશે તો તેની પર એક ચોક્કસ અંકુશ લાગશે. મિલકત વેચવા માટે કલેક્ટરને જાણ કરવી પડે છે. કલેક્ટરને મિલકત વેચવાનું કારણ જણાવવું પડે છે. એટલું જ નહીં, મિલકત કોને વેચી રહ્યાં છો તેની વિગત પણ આપવી પડશે. અશાંત ધારામાં સમાવેશ થતા વિસ્તારમાં મિલકત વેચવા માટે કલેક્ટરને ફરજિયાત જાણ કરવી પડે છે. કલેક્ટરને ઠીક લાગે તો જ સોદો થયેલો ગણાય. તેવા અનેક નિયંત્રણો હોય છે.