Site icon Revoi.in

ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ

Social Share

દહેરાદૂન:ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના બડકોટ યમુનોત્રી ઘાટીમાં શનિવારે સાંજે લગભગ 4.52 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર આવી ગયા હતા.જોકે હજુ સુધી કોઈ જાનહાનિ કે નુકશાનના અહેવાલ નથી

બડકોટ યમુનોત્રી ખીણ ઉપરાંત પુરોલામાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા ભૂકંપ એટલો જોરદાર હતો કે લોકો ઘરની બહાર ખુલ્લા મેદાન તરફ દોડી આવ્યા હતા.જોકે લોકોનું કહેવું છે કે, ભૂકંપ થોડા જ ક્ષણ માટેનો હોવા છતાં આંચકા ખૂબ જ જોરદાર અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 હતી.

સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા બાદ અહીંના લોકો ડરી ગયા છે. ઉત્તરકાશીમાં ભૂતકાળમાં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. આવી સ્થિતિમાં અહીંના લોકો ફરી ભૂકંપના આંચકા અનુભવતા ડરી ગયા છે. ભૂકંપના આંચકા યમુનોત્રીધામ અને ખરશાલી સુધી અનુભવાયા હતા.જે બાદ લોકો અહીંના ઘરો અને દુકાનોમાંથી બહાર આવી ગયા હતા.

 

Exit mobile version