Site icon Revoi.in

ઈરાનમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો,સાત લોકો થયા ઘાયલ

Social Share

દિલ્હી: ઈરાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન ભૂકંપની તીવ્રતા 4.9ની આસપાસ માપવામાં આવી હતી. માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ખાનેહ ​​જેન્યાન હતું, તે સપાટીથી લગભગ 10 કિલોમીટરની ઊંડાઈ પર સ્થિત હતું.

મળતી માહિતી મુજબ ભૂકંપના કારણે લગભગ સાત લોકો ઘાયલ થયા છે. હાલમાં કોઈના માર્યા ગયાના સમાચાર નથી. વાસ્તવમાં ઈરાન અનેક પ્રકારની ભૌગોલિક રેખાઓથી ઘેરાયેલું છે. ઈરાને વર્ષોથી અનેક વિનાશક ભૂકંપનો સામનો કરવો પડ્યો છે.

અગાઉ, અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા,જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.5 નોંધાઈ હતી. ભૂકંપના કારણે લોકોમાં ભયના માહોલ છવાયો હતો. લોકો ઘર છોડીને બહાર ભાગી આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ જણાવ્યું હતું કે રવિવારે પશ્ચિમ અફઘાનિસ્તાનમાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. EMSCએ જણાવ્યું કે ભૂકંપ 10 કિમીની ઊંડાઈએ હતો. શહેરથી લગભગ 33 કિલોમીટર (20 માઇલ) દૂર પશ્ચિમી હેરાત પ્રાંતના એક વિસ્તારમાં રવિવારે સવારે 0336 જીએમટી પર ભૂકંપ આવ્યો હતો.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.