Site icon Revoi.in

4 અવકાશયાત્રીઓ સ્પેસએક્સના રોકેટથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યા

Social Share

નવી દિલ્હીઃ અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટરથી ચાર દેશોના ચાર અવકાશયાત્રીઓ સ્પેસએક્સના રોકેટથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે રવાના થયા હતા. તેઓ તેમના સ્પેસએક્સ કેપ્સ્યુલમાં આજે સ્પેસ સ્ટેશનમાં પહોંચી ગયા છે. આ અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં માર્ચ મહિનાથી રહેતા 4 અવકાશયાત્રીઓનું સ્થાન લેશે.

4 દેશોના 4 લોકોમાં અમેરિકા, ડેનમાર્ક, જાપાન અને રશિયાના અવકાશયાત્રીઓનો સમાવેશ થાય છે. આ USનું  પ્રથમ પ્રક્ષેપણ હતું જેમાં વિવિધ દેશોના અવકાશયાત્રીઓ અવકાશયાનની દરેક સીટ પર બેઠા હતા. અગાઉ, નાસા સ્પેસએક્સ વાહનમાં બે કે ત્રણ અવકાશયાત્રીઓને સામેલ કરતું હતું. જો કે, આ વખતે સ્પેસએક્સના આ ક્રુ-7 મિશનમાં એક સાથે 4 અવકાશયાત્રીઓને સ્પેસ સ્ટેશનમાં મોકલાયા છે.

સ્પેસએક્સના ક્રુ7 મિશનમાં ભાગ લઈને સ્પેસ સ્ટેશન પહોંચનારા અવકાશયાત્રીઓમાં અમેરિકાના NASAના જેસમિન મોઘબેલી, યુરોપિન સ્પેસ એજન્સીના અવકાશયાત્રી એન્ડ્રુસ મોગેનસન, જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીના સતોશી ફુરૂકાવા અને રશિયાના કોનસ્ટેન્સી બોરિસોવનો સમાવેશ થાય છે. આ 4 અવકાશયાત્રીઓ આગામી 6 મહિના સુધી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેશે અને વિવિધ પ્રકારના પ્રયોગોને લગતી કામગીરી કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઈસરોના ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સફળતા પૂર્વક ઉતરાયણ થયું છે. ભારતની આ ઐતિહાસિક સિદ્ધિ ઉપર અમેરિકા સહિત દુનિયાના વિવિધ દેશોએ શુભકામનાઓ પાઠવી છે. રશિયા, અમેરિકા અને ચીન બાદ ચંદ્ર ઉપર પહોંચનારુ ભારત ચોથો દેશ છે. જો કે, ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર પહોંચનાર પ્રથમ દેશ છે.