Site icon Revoi.in

ભરૂચમાં પીકઅપ વાન પાછળ લટકેલા 4 શખસો સરદાર બ્રિજની રેલિંગ સાથે અથડાયા, 3નાં મોત

Social Share

ભરુચઃ  નેશનલ હાઇવે નંબર 48 ઉપર જુના સરદાર બ્રિજમાં ભારે વાહનોના પ્રવેશ અટકાવવા લગાડાયેલી રેલિંગ સાથે પીકઅપ વાનની પાછળ લટકીને ઊભેલા ચાર વ્યક્તિઓ અથડાતા ત્રણના મોત નિપજ્યા હતા જયારે એક ગંભીર હાલતમાં ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ ભરૂચના જુના સરદાર બ્રિજ પર અકસ્માતના કારણે ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. બોલેરો (પીકઅપવાન) ચાલકને રસ્તામાં લોખંડની એંગલ ન દેખાતા અકસ્માતનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં પીકઅપવાનમાં સવાર ચાર વ્યક્તિઓમાંથી બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે એકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તથા ગંભીરરીતે ઘવાયેલા એક વ્યક્તિની સારવાર ચાલી રહી છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ બોલેરો (પીકઅપવાન)માં સવાર પરિવાર વડોદરાથી સુરત જઈ રહ્યો હતો ત્યારે ચાલકને બ્રિજ પર લોખંડની એંગલ ન દેખાવાના કારણે અકસ્માત સર્જાયો હતો. લોખંડની એંગલના કારણે જીપની પાછલ લટકેલા ચાર વ્યક્તિઓના માથા સાથે લોખંડની એંગલ અથડાતા ત્રણના મોત નિપજ્યા હતા. જ્યારે એકની હાલત પણ ગંભીર હોવાનું કહેવાય છે. આ બનાવ સંદર્ભે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે મૃતદેહોને પોસ્ટ મોટર્મ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડી પીકઅપ વાનના ચાલાક કેશભાઇ રાઘવભાઇ માંગુકીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, નારેશ્વર દર્શન કરી પરત ફરતા સુરતના પરિવારને અકસ્માત નડ્યો હતો જેમાં એકજ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે. બનાવ સંદર્ભે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે અકસ્માતની ફરિયાદ દાખલ કરી મૃતદેહને પોસ્ટ મોટર્મ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા.