Site icon Revoi.in

કર્ણાટકમાં જૂના હુબલી પોલીસ સ્ટેશન પર થયેલા પથ્થરમારામાં  4 પોલીસકર્મી ઘાયલ, કલમ 144 લાગુ

Social Share

બેંગલોર:કર્ણાટકમાં હુબલીના જૂના હુબલી પોલીસ સ્ટેશન પર પથ્થરમારો થતા એક ઈન્સ્પેક્ટર સહિત ચાર પોલીસકર્મી ઘાયલ થયા હતા.જેને પગલે  શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસ કમિશનર લાભ રામે આ અંગે જાણકારી આપી છે.9 એપ્રિલના રોજ એક વીડિયો સામે આવ્યો, જેમાં મંદિરની બહાર તરબૂચ વેચતા મુસ્લિમ વ્યક્તિની રેકડીને પલટાવી દીધી હતી.આવું કરવાનો આરોપ શ્રી રામ સેનાના કાર્યકરો પર લાગ્યો હતો, જેના પર કોંગ્રેસે હવે સંઘ પરિવારને ઘેર્યો છે.કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે આ સમગ્ર મામલે આરએસએસ પર પ્રહારો કર્યા હતા.બીકે હરિપ્રસાદે કહ્યું કે,મેં એ પણ જોયું કે કેવી રીતે તરબૂચ વેચતી લઘુમતી વ્યક્તિની હાથગાડી તોડી નાખવામાં આવી હતી. તે અમને બતાવ્યું કે તેઓ કેટલા કાયર છે. બ્રિટિશ રાજમાં પણ તે કાયર હતો. તેઓ અંગ્રેજોના એજન્ટ, જાસૂસ અને ગુલામ હતા. સંઘ પરિવારના આ લોકો અંગ્રેજો પાસેથી પેન્શન લેતા હતા.

મંત્રી અરગા જ્ઞાનેન્દ્ર પર વધુ નિશાન સાધતા તેમણે આરોપ લગાવ્યો કે,ગૃહમંત્રી પોતે આવી બાબતોને પ્રોત્સાહન આપી રહ્યા છે.રાજ્યપાલે પણ આંખ આડા કાન કર્યા છે.તેઓએ કોઈપણ દુશ્મનાવટ વિના રાજ્ય ચલાવવા માટે બંધારણના શપથ લીધા હતા, પરંતુ તેઓ પોતે દુશ્મનીને પ્રોત્સાહન આપી રહ્યા છે.તેમણે કહ્યું કે,રાજ્યપાલે તરત જ સુઓ મોટુ સંજ્ઞાન લેવું જોઈએ અને અરાગા જ્ઞાનેન્દ્રને કેબિનેટમાંથી દૂર કરવા જોઈએ.

હજુ ગઈકાલે જ રાજધાની દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં સાંજે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.હનુમાન જન્મોત્સવ દરમિયાન શોભા યાત્રા દરમિયાન થયેલા પથ્થરમારામાં એક પોલીસકર્મી સહિત અનેક લોકો ઘાયલ થયા હતા.ઘાયલોને સારવાર માટે જહાંગીરપુરીની બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.તો, પોલીસનું કહેવું છે કે,હાલ આ વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણમાં છે.