Site icon Revoi.in

મુન્દ્રાના ભુજપર ગામ નજીક નર્મદા કેનાલમાં નહાવા પડેલા 4 કિશોરો ડુબ્યા, બેના મૃતદેહો મળ્યા

Social Share

ભૂજઃ રાજ્યમાં નદી, તળાવો. ડેમ અને કેનાલો તેમજ બીચ પર નહાવા માટે જતાં લોકોના ડૂબી જવાના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક બનાવ મુદ્રા નજીક નર્મદા કેનાલમાં નહાવા માટે પડેલા ચાર કિશોરો ડૂબી જવાનો બનાવ બન્યો છે. આ બનાવની જાણ થતાં ગ્રામજનો દોડી ગયા હતા. અને પોલીસને જાણ કરાતા તરવૈયાની મદદથી કિશોરોની શોધખોળ હાથ ધરી હતી, જેમાં બે સગીરોના મૃતદેહ મળી આવ્યા હતા.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, કચ્છના મુન્દ્રાના ભુજપર ગામ પાસે નર્મદા કેનાલમાં ડૂબવાથી બે સગીરના મોત થયા છે. રવિવારે સવારના સમયે સગીરો કેનાલમાં ડૂબ્યા હતા. ત્યારે બે સગીરના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યાં છે. નર્મદા કેનાલમાં ચાર સગીરો ડૂબ્યા હોવાની શક્યતાને પગલે પોલીસ અને ગ્રામજનોએ ઘટના સ્થળે પહોંચીને સગીરોની શોધખોળ હાથ ધરી હતી. હતભાગી બન્ને સગીર પરપ્રાંતીય હોવાનું જાણવા મળ્યુ છે.

મુન્દ્રા તાલુકાના ભુજપુર ગેલડા બાજુ આવેલા નર્મદા કેનાલના ચાર સગીરો ડૂબી ગયા હોવાની શક્યતાને પગલે પોલીસ અને ગ્રામજનો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા અને સગીરોની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન બે સગીરના મૃતદેહો હાથ લાગ્યા હતા. જ્યારે અન્ય સગીરોની શોધખોળ હાલ શરૂ છે. કેનાલમાંથી બે કિશોરોના મૃતદેહ મળી આવ્યા છે. તેના નામ આનંદ નિત્યાનંદ યાદવ, અને  હિતેશ ખુશીપલ હોવાનું જાણવા મળ્યુ છે. જાણવા મળતી વિગતો મુજબ 11 વર્ષીય આનંદ યાદવ બિહારનો વતની છે, જ્યારે 13 વર્ષીય હિતેશ ઉતર પ્રદેશનો વતની છે. મૂળ બિહારનો પરિવાર ભુજપુર ખાતે વસવાટ કરી રહ્યો છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે તેમજ સગીર ખાનગી કંપનીની શાળામાં અભ્યાસ કરતા હતા. બે સગીરો હજુ કેનાલમાં હોવાની સંભાવનાના પગલે સ્થાનિકો દ્વારા શોધખોળ યથાવત રાખવામાં આવી છે.

પોલીસ સૂત્રોએ  જણાવ્યું હતું કે, બપોરનાં એક વાગ્યા સુધીમાં બે બાળકોના કેનાલમાંથી મૃતદેહ મળ્યા હોવાની એમ એલ સી દાખલ થઈ છે. જ્યારે પ્રાથમિક માહિતી મુજબ ચાર બાળકો ઘરેથી બહાર રમવા નીકળ્યા હતા, તે પૈકી બે બાળકોના મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યા છે, જ્યારે અન્ય બે બાળકો બપોરનાં એક વાગ્યા સુધી ઘરે પહોંચ્યા ન હતા. હાલ તપાસ ચાલુ છે.