1. Home
  2. Tag "narmada canal"

કલોલ નજીક નર્મદા કેનાલમાં નહાવા પડેલા 5 ડુબ્યાં, એકને બચાવી લેવાયો, 4 વ્યક્તિઓ હજુ લાપત્તા

ગાંધીનગરઃ જિલ્લાના કલોલ તાલુકાના ઉનાલી ગામ નજીક સાણંદ જવાના રોડ ઉપર નર્મદા કેનાલમાં નહાવા પડેલા કુલ પાંચ વ્યક્તિઓ ડૂબી ગયા હતા. જેમાં એક વ્યક્તિને ફાયરના જવાનોએ બહાર કાઢીને બચાવી લીધો હતો. જ્યારે ચાર વ્યક્તિઓની શોધખોળ ચાલુ છે. બે મહિલા અને ત્રણ પુરુષ સહિત પાંચ લોકો ડૂબ્યા હતા, જેમાં હાલમાં બે પુરુષ અને બે સ્ત્રીની શોધખોળ […]

ખારાઘોડાના રણમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળતા મીઠાના અગરિયાઓ મુશ્કેલીમાં મુકાયા

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડાના રણ વિસ્તારમાં નર્મદા કેનાલના પાણી ફરી વળતા અગરિયાઓ મુશ્કેલીમાં મુકાયા છે. નર્મદાના કેનાલના પાણી રણ વિસ્તારમાં ફરી વળતા હાલ સરોવર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખારાઘોડાના રણમાં દેગામ સહકારી, સવલાસ સહકારી, હિંમતપુરા સહકારી, સોની સહકારી, કૃષ્ણા સહકારી, રામ સહકારી, દસાડા હરિજન સહકારી, ડી.વી.એસ.સહકારી, અંબિકા સહકારીમાં મળીને […]

મુન્દ્રાના ભુજપર ગામ નજીક નર્મદા કેનાલમાં નહાવા પડેલા 4 કિશોરો ડુબ્યા, બેના મૃતદેહો મળ્યા

ભૂજઃ રાજ્યમાં નદી, તળાવો. ડેમ અને કેનાલો તેમજ બીચ પર નહાવા માટે જતાં લોકોના ડૂબી જવાના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક બનાવ મુદ્રા નજીક નર્મદા કેનાલમાં નહાવા માટે પડેલા ચાર કિશોરો ડૂબી જવાનો બનાવ બન્યો છે. આ બનાવની જાણ થતાં ગ્રામજનો દોડી ગયા હતા. અને પોલીસને જાણ કરાતા તરવૈયાની મદદથી કિશોરોની શોધખોળ હાથ […]

નર્મદાની કેનાલમાં આજથી મરામરના કામો શરૂ કરાતા થરાદ નગરપાલિકાને પાણી નહીં મળે

પાલનપુરઃ બનાસકાંઠામાં પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડાં પડવાના બનાવો બનતા હોય છે. તેના લીધે આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકશાન થતું હોય છે. આથી નર્મદા કેનાલની મરામતનું કામ હાથ ધરવામાં આવ્યું છે. કેનાલમાં પાણી બંધ કરીને જ્યાં જ્યાં કેનાલની દીવાલો ક્ષતિગ્રસ્ત જણાશે, ત્યારે રિપેરિંગ કરવામાં આવશે. કેનાલમાં પાણી છોડવાનું બંધ કરાતા થરાદ નગરપાલિકાને પાણી […]

વલ્લભીપુર તાલુકામાં નર્મદા કેનાલના રિપેરિંગ માટે કરોડો ફાળવાયા, કામ શરૂ કરવાનું મૂહુર્ત મળતું નથી

ભાવનગરઃ  જિલ્લાના વલ્લભીપુર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ જર્જરિત બની ગઈ છે. આ કેનાલના રિપેરીંગ કામ માટે ગુજરાત સરકારે રૂપિયા 22 કરોડની રકમ મંજુર કરી હોવા છતાં કોઇપણ કારણસર મરામતનું કામ હાથ ધરવાની કાર્યવાહીમાં વિલંબ થઇ રહ્યો છે. તાલુકાના મોટાભાગના ગામડાઓમાંથી નર્મદા કેનાલ પસાર થાય છે. જે હાલ અમુક ગામડાઓમાં ખેડુતોને પિયત માટે ઉપયોગી બની […]

હળવદના રણજીતગઢ પાસે નર્મદા કેનાલમાં નહાવા પડેલા ત્રણ યુવાનો ડુબ્યા, બેના મોત

મોરબીઃ જિલ્લાના હળવદના રણજીતગઢ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં નાહવા પડેલા ત્રણ પરપ્રાંતીય શ્રમિકો પૈકીના બે યુવાનોના ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યાં હતા અને તંત્ર દ્વારા બન્ને યુવાનોના મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યારે એક લાપતા શ્રમિક યુવાનના મૃતદેહની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ હળવદના રણજીતગઢ નજીક આવેલી એક કંપનીમાં […]

કચ્છમાં મુન્દ્રાના ગુંદાલા ગામ નજીક નર્મદા કેનાલમાં ડુબી જતાં ત્રણ મહિલાઓ સહિત પાંચના મોત

ભૂજ :  કચ્છમાં મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામ નજીકથી નર્મદાની કેનાલ પસાર થાય છે. આ કેનાલમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત નિપજ્યા  આ વિસ્તારમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.  દુર્ઘટના બાદ પાંચેય મૃતદેહો  કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ગરીબ શ્રમિક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ અને મામલતદાર […]

પાટડી તાલુકામાં નર્મદાની બ્રાન્ચ કેનાલમાં પાણી ન છોડાતા ખેડુતોને મુશ્કેલી

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી તાલુકામાં નર્મદાની બ્રાન્ચ કેનાલમાં નર્મદાનું પાણી ના છોડાતા ખેડુતો પાતાના પાકને બચાવવા માટે મથામણ કરી રહ્યા છે. બીજી બાજુ એરંડામાં ઇયળના ઉપદ્રવથી આ વિસ્તારના ખેડુતોની દિવાળી બગડવાનો ઘાટ સર્જાયો છે. આ અંગે થોડા દિવસ પહેલા જ સુરેન્દ્રનગર સાંસદ અને કેન્દ્રીય મંત્રીને તેમજ સત્તાધિશોને રજુઆત કરી હતી. ત્યારે એવી ખાતરી આપવામાં આવી હતી […]

કચ્છના રાપરમાં ફતેહગઢ નજીક નર્મદા કેનાલની મરામતનું કામ અનેક રજુઆતો બાદ અંતે હાથ ધરાયું

ભૂજઃ કચ્છમાં નર્મદાના પાણી એ લોકો માટે જીવાદોરી સમાન બન્યા છે. નર્મદાની પાણી સિંચાઈ માટે પણ આપવામાં આવતા હોવાથી કચ્છની સુકી ધરા હવે નંદનવન બની રહી છે. જિલ્લાના રાપર નજીક નર્મદા કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યા હતા. તેમજ કેનાલના દીવાલની માટી પણ ઘસી આવતા પાણી આગળ જઈ શકતું ન હતું . અને છેલ્લા અઢી મહિનાથી […]

ગુજરાતમાં વાવણી બાદ વરસાદ ખેંચાતા સાત દિવસ સુધી નર્મદા કેનાલમાં 17000 ક્યુસેક પાણી છોડાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. પરંતુ હજુ મેઘરાજા મન મુકીને વરસતા નથી. છૂટા-છવાયા વિસ્તારોમાં ઝાપટાંરૂપી વરસાદ વરસી રહ્યો છે. બીજીબાજુ ઘણાબધા ખેડુતોએ વાવણીનું કાર્ય પૂર્ણ કરી દીધું છે. હવે વરસાદ ખેચાતા સિંચાઈના પાણી માટેની જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે સરકારે આગામી સાત દિવસ સુધી પ્રતિદિન 17000 ક્યુસેક પાણી નર્મદા કેનાલમાં ઠાલવીને ખેડુતોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code