Site icon Revoi.in

પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજનામાં 4345 બાળકોની સહાય કરાઈ

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM CARES ફંડના ટ્રસ્ટી મંડળની એક બેઠકની અધ્યક્ષતા કરી હતી.PM CARES ફંડની મદદથી હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલો પર એક પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું, જેમાં PM CARES for Children સ્કીમનો સમાવેશ થાય છે જે 4345 બાળકોને સહાય કરે છે.

નરેન્દ્ર મોદીએ PM CARES ફંડમાં પૂરા દિલથી યોગદાન આપવા બદલ દેશના લોકોની પ્રશંસા કરી. પીએમ કેરફંડના ટ્રસ્ટી મંડળની અંદર જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એવી ચર્ચા કરવામાં આવી હતી કે, PM CARES પાસે કટોકટીની અને તકલીફની પરિસ્થિતિઓને અસરકારક રીતે પ્રતિસાદ આપવા માટે માત્ર રાહત સહાય દ્વારા જ નહીં, પરંતુ શમનના પગલાં લેવા અને ક્ષમતા નિર્માણ કરવા માટે પણ વિશાળ વિઝન છે.

આ બેઠકમાં PM CARES ફંડના ટ્રસ્ટીઓએ હાજરી આપી હતી, એટલે કે કેન્દ્રીય ગૃહ મંત્રી અને કેન્દ્રીય નાણાં મંત્રી તેમજ PM CARES ફંડના નવા ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યાં હતા. પીએમ કેરફંડના ટ્રસ્ટી મંડળમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ કે.ટી.થોમસ, ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર કરિયા મુંડા, જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનો સમાવેશ થાય છે.

ટ્રસ્ટે આગળ PM CARES ફંડ માટે સલાહકાર બોર્ડની રચના માટે ભારતના ભૂતપૂર્વ કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ રાજીવ મેહર્ષિ, ઈન્ફોસિસ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ ચેરપર્સન સુધી મૂર્તિ, ટીચ ફોર ઈન્ડિયાના સહ-સ્થાપક આનંદ શાહને નોમિનેટ કરવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે.

પીએમ મોદીએ કહ્યું કે નવા ટ્રસ્ટીઓ અને સલાહકારોની ભાગીદારી પીએમ કેર્સ ફંડની કામગીરીને વ્યાપક પરિપ્રેક્ષ્ય પ્રદાન કરશે. જાહેર જીવનનો તેમનો બહોળો અનુભવ ફંડને વિવિધ જાહેર જરૂરિયાતો માટે વધુ પ્રતિભાવશીલ બનાવવા માટે વધુ જોમ પ્રદાન કરશે.