Site icon Revoi.in

હેડલાઈન્સઃ પાકિસ્તાનના કરાચીમાં કાળઝાળ ગરમીથી પ્રજા ત્રસ્ત, 450થી વધારે મોત

Social Share

નવી સરકારની રચના બાદ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ   સંસદના સંયુક્ત સત્રને કર્યું  સંબોધન…. ૫૦ મીનીટના અભિભાષણમાં    ભારતની પ્રગતિ,  આગામી આયોજનને લઈને કર્યા તેમની સરકારનાં વખાણ…

પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તબિયત સુધરતાં ઐમ્સ માંથી આપી રજા.. જૈફ વય સંબંધી હતી શારીરિક તકલીફ…

ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે રાજ્યમાં આઠ જિલ્લામાં એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્ય માટે તૈનાત…

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ધોધમાર વરસાદ….. પાંચ ઇંચથી વધુ વરસાદ પડતા ગામેગામ ભરાયા પાણી…

ગુજરાતી મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર અટવાઈ જતા પૃથ્વી પર પાછા લાવવાની કવાયત તેજ… પાછા લાવવા માટે મસ્કની સ્પેસ એક્સની મદદ લેવાશે….

અમેરિકાના શિકાગોમાં ભારતીય ડોક્ટરની સિદ્ધિ…. દર્દીને બેભાન કર્યા વગર કિડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરી બીજા દિવસે અપાઈ રજા….

પાકિસ્તાન સરહદેથી બે આતંકી પંજાબમાં ઘુસ્યા….. આતંકીઓએ બંદૂક દેખાડી સ્થાનિક ભોજન બનાવ્યું, બીએસએફ…. સૈન્ય અને પોલીસ હાઇ એલર્ટ પર…. પઠાણકોટ એરફોર્સ સ્ટેશનની સુરક્ષા વધારવામાં આવી….

પાકિસ્તાનના કરાચીમાં કાળઝાળ ગરમીથી ચાર દિવસમાં 450 લોકોના મોત… ચોમાસું ખેંચતા અને બફારો થતા  સ્થાનિકો આકુળ વ્યાકુળ…

કેન્યામાં સરકાર વિરોધી હિંસક દેખાવમાં કુલ 23 ના મોત 50 ની ધરપકડ, કેન્યાની સરકારના આર્થિક સુધારાના સ્વરૂપમાં ટેક્સમાં વધારો કરવામાં આવતા ફાઇનાન્સ બિલથી લોકો નારાજ

ટી 20 વર્લ્ડ કપમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલમાં પ્રવેશવા માટે ખરાખરીનો જંગ, રાત્રે 8:00 વાગે મેચ શરૂ થશે, મેચમાં વરસાદ પડે તેવી આશંકાથી ક્રિકેટ રસિકો ચિંતિત