1. Home
  2. Tag "scorching heat"

પશ્ચિમોત્તર ભારતમાં ભીષણ ગરમીની આગાહી, રાજસ્થાનમાં પારો 45 ડિગ્રીને પાર થવાની શક્યતા

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે પશ્ચિમોત્તર ભારતમાં ભીષણ ગરમી પડવાની આગાહી વ્યક્ત કરી છે. બિહાર, પંજાબ, હરિયાણામાં આકરી ગરમી પડી શકે છે તેમજ આજે રાજસ્થાનમાં તાપમાન 45 ડિગ્રીને આંબે તેવી પણ શકયતા છે. તો બીજી તરફ દક્ષિણ ભારતમાં કેટલાક તમિલનાડું, કર્ણાટક સહિતના રાજ્યોમાં તેમજ સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં 22 મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી […]

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કચ્છ, વલસાડ, પોરબંદર અને ભાવનગરમાં હિટવેવની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં ગરમી વધવાની આગાહી કરી છે. આ ઉપરાંત રાજ્યના ચાર જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કામ વિના બહાર નહીં નીકળવા માટે લોકોને તાકીદ કરી  છે. દેશના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર […]

કાળઝાળ ગરમીમાં ખેતી કામ કરતા ખેડૂતો માટે હીટવેવને લઈને એડવાઈઝરી જાહેર કરાઈ

અમદાવાદઃ ઉનાળાના બળબળતા તાપ વચ્ચે ખેતી કાર્યોમાં રાજ્યના ખેડૂતો હીટવેવ (લૂ)થી બચી શકે તે માટે ખેતી નિયામકની કચેરી દ્વારા હીટવેવ સામે લેવાના સાવચેતીના પગલાઓ અંગે સામાન્ય એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ, ઉનાળુ મગ, ઉનાળુ ડાંગર, ઉનાળુ શાકભાજી, ઉનાળુ બાજરી પકવતા ખેડૂતોને ખેતી કાર્યોમાં યોગ્ય […]

કાળઝાળ ગરમીને પગલે હવામાન વિભાગે હિટવેવથી બચવા માટે ગાઈડલાઈન જાહેર કરી

અમદાવાદઃ ઉનાળાના આરંભ સાથે જ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં 20મી એપ્રિલ સુધી હિટવેવની આગાહી કરી હતી. બીજી તરફ રાજ્યમાં અમદાવાદ સહિત મોટાભાગના શહેરો-નગરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચ્યો છે. જેના પગલે હવામાન વિભાગે હિટવેવથી બચવા માટે ગાઈડલાઈન જાહેર કરી છે. આ માર્ગદર્શિકામાં આકરી ગરમીથી બચવા શું કરવુ અને અને […]

ગુજરાતમાં કાળઝાળ ગરમી, અમરેલીમાં 44 ડિગ્રી, ભાવનગર, જુનાગઢ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં બે દિવસ માવઠાનું વાતાવરણ રહ્યા બાદ મંગળવારથી તાપમાનમાં વધારો થયો છે. અને બુધવારે તો અસહ્ય તાપમાને લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. જેમાં 44 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતુ. જ્યારે સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી અને અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો હતો. રાજ્યના 13 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ […]

ખારાઘોડા અને ઝીંઝુવાડાના રણમાં ધોમધખતા તાપમાં કાળી મજુરી કરીને મીઠું પકવતા અગરિયાઓ

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. ત્યારે જિલ્લાના ખારાઘોડા અને ઝીંઝુવાડાના અફાટ રણ વિસ્તારમાં ધોમધખતા તાપમાં કાળી મજુરી કરીને મીઠું પકવીને અગરિયાઓ પોતાના પરિવારોનું ગુજરાન ચલાવી રહ્યા છે. રણમાં અસહ્ય બફારા વચ્ચે તાપમાન 40 ડીગ્રીને વટાવી જતાં અગરિયાઓ કાળઝાળ ગરમીમાં શેકાય રહ્યા છે. રણમાં ટ્રકો, ડમ્પરો અને જેસીબી સહિતના સાધનો વડે […]

દિલ્હીમાં આગામી બે દિવસ સુધી હળવા વરસાદની શક્યતા,પરંતુ કાળઝાળ ગરમીમાંથી નહીં મળે રાહત

દિલ્હી: દેશની રાજધાની નવી દિલ્હીમાં આ દિવસોમાં લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, આજે એટલે કે સોમવારે નવી દિલ્હીના વિસ્તારોમાં હળવા વરસાદની ગતિવિધિઓ જોવા મળી શકે છે. આ સાથે દિલ્હીમાં ભેજનું પ્રમાણ વધવાની સંભાવના છે. સોમવારે સવારે દિલ્હીની સફદરજંગ વેધશાળામાં લઘુત્તમ તાપમાન 28.4 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી […]

યુરોપ અને અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યાં છે દરમિયાન હાલ ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના પરિણામે અનેક સ્થળે પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. દરમિયાન યુરોપ, અમેરિકા અને એશિયા સહિત વિશ્વના મોટા ભાગમાં ગરમીનો પ્રકોપ છવાયો છે. ઈટાલીમાં આજે તાપમાન તેનો રેકોર્ડ બનાવી શકે છે. સંયુક્ત રાષ્ટ્રના […]

ઈટાલીઃ કાળઝાળ ગરમીને પગલે 15 શહેરમાં સરકારે રેડ એલર્ટ જાહેર કર્યું

દક્ષિણ યુરોપને ભારે ગરમી અસર કરી રહી છે સ્પેન, ફ્રાન્સ, જર્મની અને પોલેન્ડમાં ગરમી અતિ ચરમ સીમાએ પહોંચી શકે છે તાજેતરના દિવસોમાં ગ્રીસમાં 40C (104F) અથવા તેનાથી વધુ તાપમાન નોંધાયું હતું નવી દિલ્હીઃ ઇટાલીના 15 શહેરો માટે આજે  રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કારણ કે દક્ષિણ યુરોપને ભારે ગરમી અસર કરી રહી છે. આગામી […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમીને લીધે વીજ વપરાશમાં 400 મેગાવોટનો વધારો,

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા સપ્તાહથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જેમાં ત્રણ દિવસથી તો 43થી 44 ડિગ્રી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અંગ દઝાડતી ગરમીને લીધે એસી, પંખા ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. તેના લીધે વીજપુરવઠાની ડિમાન્ડ વધી છે. છેલ્લા ત્રણ દિવસમાં જ વીજ વપરાશમાં 400 મેગાવોટનો વધારો થયો છે. પીજીવીસીએલના સૂત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code