Site icon Revoi.in

દેશના 49મા મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિત આજે લેશે શપથ,પરિવારની ચાર પેઢીઓ બનશે સાક્ષી

Social Share

દિલ્હી:જસ્ટિસ યુયુ લલિત ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ (CJI) હશે. તેઓ દેશના 49મા CJI હશે. જસ્ટિસ લલિત શનિવારે સવારે શપથ લેશે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવા CJI ને શપથ અપાવશે. શપથ દરમિયાન પરિવારની ત્રણ પેઢીઓ હાજર રહેશે.તેના 90 વર્ષીય પિતા પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેશે.કોર્ટ- કટહરી કે વકીલાત આ પરિવાર માટે નવી વાત નથી.

102 વર્ષથી તેઓનો પરિવાર વકીલાતના વ્યવસાયમાં છે.જસ્ટિસ ઉદય ઉમેશ લલિતના દાદા મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં કાયદાની પ્રેક્ટિસ કરતા હતા.તેમના પિતા ઉમેશ રંગનાથ લલિત, જેઓ હવે 90 વર્ષના થઈ ગયા છે, તેઓ જાણીતા વકીલ છે જેઓ બોમ્બે હાઈકોર્ટમાં જજ રહી ચૂક્યા છે. જસ્ટિસ ઉદય ઉમેશ લલિતની પત્ની અમિતા લલિત એજ્યુકેશનિસ્ટ છે જે નોઈડામાં બાળકોની સ્કૂલ ચલાવે છે.

જસ્ટિસ લલિતને બે પુત્રો શ્રેયસ અને હર્ષદ છે. શ્રેયસ વ્યવસાયે વકીલ બન્યો છે જે IIT ગુવાહાટીમાંથી મિકેનિકલ એન્જિનિયર છે અને તેની પત્ની રવિના પણ વકીલ છે જ્યારે હર્ષદ વકીલ નથી અને તે તેની પત્ની રાધિકા સાથે અમેરિકામાં રહે છે. હર્ષદ હાલમાં તેની પત્ની સાથે અમેરિકાથી દિલ્હી આવ્યો છે અને શપથ સમારોહમાં પણ ભાગ લેશે.

એવું નથી કે ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિતને વકીલાતમાં સફળતા વારસામાં મળી હતી. જ્યારે તે દિલ્હી આવ્યા ત્યારે તે મયુર વિહારમાં બે રૂમના ફ્લેટમાં રહેતા હતા, પરંતુ તે પછી તે દેશના ટોચના ક્રિમિનલ વકીલોમાંના એક બન્યા.તે હાઈ પ્રોફાઈલ કેસમાં દેખાયા. 2જી કૌભાંડ કેસમાં પણ સુપ્રીમ કોર્ટે તેમને સ્પેશિયલ પીપી તરીકે નિયુક્ત કર્યા હતા.

2014માં તેમને વકીલમાંથી સીધા જ સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા હતા.અત્યાર સુધીના ઈતિહાસમાં તેઓ બીજા એવા CJI હશે જે સીધા વકીલમાંથી સુપ્રીમ કોર્ટના જજ બન્યા હોય. સખત મહેનત અને ફોજદારી કેસોમાં પકડે તેમને હવે દેશની ન્યાયતંત્રના વડા બનાવ્યા છે. જો કે તેમનો કાર્યકાળ માત્ર 74 દિવસનો રહેશે. CJI તરીકે, જસ્ટિસ લલિત કૉલેજિયમનું નેતૃત્વ કરશે જેમાં જસ્ટિસ ચંદ્રચુડ, જસ્ટિસ કૌલ, જસ્ટિસ નઝીર અને જસ્ટિસ ઈન્દિરા બેનર્જી સામેલ હશે.