Site icon Revoi.in

રાજસ્થાનના બિકાનેરમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 5.3 ની તીવ્રતા નોંધાઈ

Social Share

જયપુર:રાજસ્થાનના બિકાનેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે સવારે 5:24 કલાકે ભૂકંપના આંચકાથી વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો હતો.નેશનલ સિસ્મોલોજી મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી. જો કે આના કારણે કોઈ જાન-માલ ગુમાવવાના સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપ આવ્યો ત્યારે મોટાભાગના લોકો ઘરોમાં સૂતા હતા.

બિકાનેરની સાથે મેઘાલયમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાત્રે લગભગ 2.10 વાગ્યે અહીં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ પશ્ચિમ ગારો હિલ્સમાં અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 નોંધાઈ હતી.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.