Site icon Revoi.in

50 વર્ષ જૂના કચ્ચાથીવુના મામલાએ આપ્યો પાક્કો મુદ્દો, પીએમ મોદીએ કોંગ્રેસની સાથે ડીએમકેને પણ લપેટયું

Social Share

નવી દિલ્હી: કૉંગ્રેસની ઈન્દિરા ગાંધીના નેતૃત્વવાળી સરકારે 1974માં શ્રીલંકા સાથે એક સમજૂતી કરી હતી. તેના હેઠળ કચ્ચાથીવુ ટાપુ પર ભારતે પોતાનો દાવો કર્યો હતો અને તેને શ્રીલંકાનો હિસ્સો માની લીધો હતો. આ મામલા પર રવિવારે જ્યારે એક રિપોર્ટ પ્રકાશિત થયો, તો પીએમ મોદીએ આ મુદ્દાને ઉઠાવતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. એટલું જ નહીં, તેમણે કહ્યુ છે કે આ આંખ ખોલનારી જાણકારી છે. કેવી રીતે કોંગ્રેસે દેશના એક હિસ્સા કચ્ચાથીવૂને શ્રીલંકાને આપ્યો. આ વાતથી દરેક ભારતીયના મનમાં ગુસ્સો છે અને આ વિશ્વાસ ઓર વધી ગયો છે કે કોંગ્રેસ પર ભરોસો કરી શકાય નહીં. પીએમ મોદીએ કહ્યુ છે કે કોંગ્રેસ 75 વર્ષોથી દેશની અખંડિતતા અને એકતા સાથે ખિલવાડ કરી રહી છે.

એટલું જ નહીં, સોમવારે ફરી એકવાર પીએમ મોદીએ આ મુદ્દો ઉઠાવ્યો અને કોંગ્રેસ સિવાય તમિલનાડુની સત્તાધારી ડીએમકેને પણ ઘેરી છે. પીએમ મોદીએ કહ્યુ છે કે વિવાદ ઉઠાવવો અલગ વાત છે, પરંતુ તમિલનાડુના હિતોની સુરક્ષા માટે ડીએમકેએ ક્યારેય કંઈ કર્યું નથી. કચ્ચાથીવૂ ટાપુ પર સામે આવેલી જાણકારીએ તમિલનાડુને લઈને ડીએમકેના બેવડા વલણને પણ ઉજાગર કર્યું છે. કોંગ્રેસ અને ડીએમકે પરિવારનું યૂનિટ છે. આ લોકો માત્ર પોતાના દિકરા-દિકરીઓની જ પરવાહ કરે છે. આ સિવાય તેમને કોઈની પરવાહ નથી. કચ્ચાથીવૂ ટાપુને લઈને તેમના વલણે આપણા ગરીબ માછીમાર ભાઈ-બહેનોનું નુકશાન કર્યું છે.

કરુણાનિધિની સમંતિનો દાવો, ડીએમકે માટે થશે મુશ્કેલ

રિપોર્ટમાં એ ખુલાસો પણ થયો છે કે ઈન્દિરા ગાંધી સરકારે કચ્ચાથીવૂ ટાપુને શ્રીલંકાના હાથમાં આપતા પહેલા એમ. કરુણાનિધિની પણ સંમતિ લીધી હતી. આ કારણ છે કે પીએમ મોદીએ કોંગ્રેસ બાદ હવે ડીએમકે પર પણ નિશાન સાધ્યું છે. જો કે ડીએમકેના જ એક તત્કાલિન સાંસદ ઈરા સેઝિયાને તેના પર સવાલ ઉઠાવ્યો હતો.

ડીએમકેના એક સાંસદે પણ ઉઠાવ્યો હતો સવાલ, શા માટે ભાજપ આટલું સક્રિય

તેમણે કહ્યુ હતુ કે આ સમજૂતી આપણા દેશના હિતોની વિરુદ્ધ જાય છે. આ તો સંપૂર્ણપણે એવો નિર્ણય છે, જેના હેઠળ આપણે પોતાના જ એક હિસ્સાને અન્યને ટ્રાન્સફર કરી રહ્યા છીએ. આ નિર્ણય અપવિત્ર અને અપમાનજનક છે. આપણે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે વિદેશ મંત્રીના નિવેદનથી આપણો કોઈ સંબંધ નથી, જેના હેઠળ તે કચ્ચાથીવૂ ટાપુને શ્રીલંકાને સોંપવાની વાત કરી રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે તમિલનાડુમાં પણ ભાજપ આ વખતે લોકસભા ચૂંટણીથી પહેલા ઘણું સક્રિય છે. તેવામા આ મુદ્દાએ ભાજપને નવો મુદ્દો આપ્યો છે. આ કારણ છે કે પીએમ મોદીએ કોંગ્રેસ સિવાય ડીએમકેને પણ નિશાને લીધી છે.