Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાના 5396 કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 2281 કેસ,

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજબરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે શુક્રવારે રાજ્યમાં કોરોનાના 5396 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 2281 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે કોરોનાને લીધે એકનું મોત નિપજ્યુ હતુ. સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે.

રાજ્યમાં કોરોનાના કેસ વધતા હોવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કોર કમિટી બેઠક મળી હતી.જેમાં નવી એસઓપી જાહેર કરવામાં આવી હતી. કરફ્યુના સમયમાં એક કલાકનો વધારો કરીને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. તેમજ ધો.1થી 9ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. કોરોનાની સ્થિતિને પહોંચી વળવા તમામ સરકારી હોસ્પિટલોમાં કોરોનાના સ્પેશ્યલ વોર્ડ શરૂ કરવા, જરૂરી દવાઓ તેમજ ઓક્સિજનની વ્યવસ્થા કરવા સુચના આપવામાં આવી છે.

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાના કેસ વધતા જાય છે. આજે શુક્રવારે રાજ્યમાં 5396  કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2281  નવા કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાના આજે 5396 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 2281  કેસ, સુરત શહેરમાં 1350 કેસ, વડોદરા શહેરમાં 239 કેસ, આણંદમાં 133 કેસ, કચ્છમાં 92 કેસ, રાજકોટ શહેરમાં 203 કેસ, ખેડામાં 104, કેસ  ભરૂચમાં 50 કેસ, અમદાવાદ જિલ્લામાં 30 કેસ, ગાંધીનગર શહેરમાં 91 કેસ, અને જિલ્લામાં 41, રાજકોટ જિલ્લામાં 69 કેસ, ભાવનગર શહેરમાં 51 કેસ અને જિલ્લામાં 12 કેસ, જામનગરમાં 10 કેસ, તેમજ સાબરકાંઠામાં 28, અને બનાસકાંઠામાં 17 કેસ નોંધાયા હતા. કોરોનાને લીધે સુરત જિલ્લામાં-1 નું  મોત નિપજ્યુ હતુ. આજે બોટાદ,છોટાઉદેપુર,ડાંગ અને પોરંબંદરમાં એકપણ કેસ નોંધાયો નહતો.

રાજ્યમાં આજે રાહતના સમાચાર એ છે કે, ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નહતો. રાજ્યમાં અત્યાર ધીમાં ઓમિક્રોનના 204 કેસ નોંધાયા હતા, જેમાં 160 દર્દીઓ સાજા થઈ જતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.