Site icon Revoi.in

દેશમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાથી 6.64 લાખ પરિવારોને મળી રૂ.13,290 કરોડની સહાય

Social Share

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) વર્ષ 2015 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ જાહેર અને ખાનગી આમ બંને ક્ષેત્રોમાં વીમા કંપનીઓ સાથે વાણિજ્ય બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને સહકારી બેંકો સાથે જોડાણ કરીને સંચાલન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા વીમા ક્ષેત્ર પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. ગરીબ અને વંચિત વર્ગને સમાજના મુખ્ય પ્રવાહમાં સમાવવાના ઉદ્દેશ્ય સાથે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના વિઝનની પરિકલ્પના આ યોજના સાથે જોડાયેલી છે.  ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં વર્ષ 2015થી લઈને વર્ષ 2023 દરમિયાન પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ 6.64 લાખ પરિવારોને રૂ.13,290 કરોડની સહાય અર્પણ કરવામાં આવી છે.

 તાજેતરમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યભરમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 155 નવા કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું હતું. ધનતેરસના શુભ દિવસે બાંધકામ ક્ષેત્રના કામદારો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવા ભોજન કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે. જેમાં શ્રમિકો માત્ર 5 રૂપિયામાં પોષણથી ભરપૂર સ્વાદિષ્ટ થાળી મેળવી શકે છે. સમગ્ર રાજ્યના અંદાજીત 75,000 કામદારોને આ પહેલનો લાભ મળશે. જામનગર જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મેયબેન ગરસર અને જિલ્લા કલેકટર બી.એ.શાહના હસ્તે 10 જેટલા લાભાર્થીઓને શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલવાન્વિત વિવિધ યોજનાઓના 10 લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું.

 જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા લાભાર્થી જયકિશનભાઈ કરશનભાઈ કણજારીયા જણાવે છે કે, હું અત્યારે ઈલેક્ટ્રીશિયન તરીકે વ્યવસાય કરું છું. પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજનાનો મને લાભ મળ્યો છે. સમગ્ર વર્ષ દરમિયાન રૂ. 436 જેટલું વીમા પ્રીમિયમ ભરવાનું હોય છે. આ યોજનાનું મારું સંપૂર્ણ પ્રિમિયમ ગુજરાત બાંધકામ અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, જામનગર દ્વારા ભરવામાં આવ્યું છે. આ ઓટો રીન્યુઅલ યોજના છે, તેથી દરવર્ષે વીમાનું પ્રીમિયમ તેમાં આપોઆપ આવી જાય છે, અને આ સમગ્ર કામગીરી જિલ્લા શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. તેમજ શ્રમિક અન્નપુર્ણા યોજના થકી આજે અમારા જેવા અનેક શ્રમિકો માત્ર 5 રૂપિયામાં ગરમાગરમ સ્વાદિષ્ટ ભોજન સમયસર મેળવી શકે છે.