Site icon Revoi.in

ભાવનગર યુનિવર્સિટીમાં આંતર કોલેજ રમતોત્સવ, જુડોમાં 60 સ્પર્ધકોએ ભાગ લીધો

Social Share

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંતર કોલેજ રમતોત્સવનો પ્રારંભ કરાયો છે, જેના ભાગરૂપે  આંતર કોલેજ જુડો સ્પર્ધામાં 60 જેયલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ઉપક્રમે આંતર કોલેજ સ્પર્ધા યુનિના સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન યોજાઈ હતી. જેમાં યુનિવર્સિટીની સંલગ્ન  21 જેટલી કોલેજના 60 જેટલા ખેલાડીઓ ભાગ લીધો હતો. જેમાં 21 ભાઈઓ 39 બહેનોએ જુડોની સ્પર્ધામાં ભાગ લીધો હતો, આ સ્પર્ધામાં ભાઈઓ કરતા બહેનોમાં ઉત્સાહ વધારે જોવા મળ્યો હતો. બહેનોએ રમતગમતમાં મેદાન મારશે તેમ લાગી રહ્યું છે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી  ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ નિયામકના ડો.દિલીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આંતર કોલેજ રમતોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે દરરોજ જુદી જુદી રમતો રમડવામાં આવી રહી છે, જેના ભાગરૂપે શુક્રવારે જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સ્પર્ધામાં જુદી જુદી 21 કોલેજના 60 જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં ભાઈઓ કરતા બહેનોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે, દરેક વેઇટમાં જે ખેલાડીઓ વિજેતા થશે તેઓ આગામી ઓલ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લેશે,  અને વિજેતા સ્પર્ધકો ભાવનગર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે.

સૂત્રોએ જણાવ્યુ હતું કે. કોલેજોમાં સ્પોર્સ ક્ષેત્રે પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેને લીધે વિદ્યાર્થીઓ પણ હવે સ્પોર્ટસની એક્ટિવિટીમાં ભાગ લેતા થયા છે. વિદ્યાર્થીઓને ભવિષ્યમાં વિવિધ ક્ષેત્રે નોકરી મેળવવામાં પણ સ્પોર્ટ એક્ટિવિટીથી ફાયદો થાય છે. માત્ર કોલેજોમાં જ નહી શાળા કક્ષાએ પણ સ્પોર્ટને મહત્વ આપવામાં આવી રહ્યું છે.