Site icon Revoi.in

એક્ટર રણબીર કપૂરની  ફિલ્મ એનિમલનું 60 સેકન્ડ નું ટીઝર બુર્જ ખલીફા પર છવાયુ

Social Share

મુંબઈ – બૉલીવુડ અભિનેતા રણબીર કપૂરની ફિલ્મ એનિમલ હાલ ચર્ચામાં છે આ ફિલ્મ  1લી  ડિસેમ્બરના રોજ સિનેમા ઘરોમાં રિલિઝ થવાની તૈયારીમાં છે તે પેહલા દુનિયાની સૌથી ઊંચી ઇમારત દુબઈ સ્થિત બુર્જ ખલીફા પર છવાઈ છે .

વાત જાણે એમ છે કે  રણબીર કપૂરની એનિમલ 1 ડિસેમ્બરે વિકી કૌશલની સેમ બહાદુર સાથે ટકરાવા માટે તૈયાર છે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત અને રણબીર કપૂર, અનિલ કપૂર, રશ્મિકા મંદન્ના અને બોબી દેઓલ અભિનીત ફિલ્મ એનિમલનું 60-સેકન્ડનું ટીઝર ગઇકાલે  17 નવેમ્બરના રોજ દુબઈમાં સ્થિત વિશ્વની સૌથી ઊંચી ગગનચુંબી ઇમારત બુર્જ ખલીફા પર દર્શાવવા માં  આવ્યું હતું.

ફિલ્મની કાસ્ટ તાજેતરમાં દુબઈમાં તેનું પ્રમોશન કરતી જોવા મળી હતી. જેમ જેમ રિલીઝ ડેટ નજીક આવી રહી હતી તેમ તેમ રણબીર તેના કો-સ્ટાર બોબી દેઓલ અને નિર્માતા ભૂષણ કુમાર સાથે દુબઈના બુર્જ ખલીફા પર ફિલ્મનું સ્પેશિયલ કટ ટ્રેલર પ્રદર્શિત કરવા પહોંચ્યા હતા

બુર્જ ખલીફા પર આગામી ફિલ્મ એનિમલનું અનકટ ટીઝર જોવા મળ્યું હતું. આ દરમિયાન ફિલ્મના સ્ટાર્સ બોબી દેઓલ અને રણબીર કપૂર પણ  જોવા મળ્યા હતા. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે રણબીર કપૂર એનિમલમાં એક્શન અવતારમાં જોવા મળી રહ્યો છે. તેના રફ એન્ડ ટફ લુકની ખૂબ ચર્ચા થઈ રહી છે. બ્રહ્માસ્ત્ર અને તુ જૂતી મેં મક્કર બાદ રણબીર કપૂરના ફેન્સને એનિમલ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ત્યારે હવે જોવું રહ્યું કે રણબીર કપૂર ની  ફિલ્મ સિનેમા ઘરોમાં દર્શકોને રાજી કરવામાં સફળ થાઈ છે કે નહીં.