Site icon Revoi.in

કોરોનાના નવા વેરિએન્ટનો કહેરઃમહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 7 નવા કેસ સામે આવ્યા, ત્રણ વર્ષનું બાળક પણ સંક્રમિત

Social Share

 

દિલ્હીઃ- દેશમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનનો ખતરો  ઘીમે ઘીમે વધી રહ્યો છે. વિકેલા દિવસને શુક્રવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના વધુ સાત કેસ નોંધાયા છે.જેને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જે આંકડો થોડા દિવસ પહેલા ઓછો હતો તે હવે વધી રહ્યો છે.

આ નવા નોંધાયેલા કેસમાં  સાડા ત્રણ વર્ષના એક બાળકનો પણ સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવારે નોંધાયેલા કેસોમાં ત્રણ મુંબઈના અને ચાર પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનના છે. આ સાથે જ હવે રાજ્યમાં ઓમિક્રોનના કુલ 17 કેસ થઈ ચૂક્યા  છે.

આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે મુંબઈના દર્દીઓ પુરુષ છે અને તેઓ તાન્ઝાનિયા, બ્રિટન અને દક્ષિણ આફ્રિકા-નૈરોબીથી આવ્યા હતા. જેમાંથી એકની ઉંમર 48, બીજાની 25 અને ત્રીજાની 37 વર્ષની છે.

તે જ સમયે, પુણે જિલ્લામાં પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળી આવેલા ત્રણેય નાઇજિરિયનો એવી મહિલાઓના સંપર્કમાં હતા જેમને પહેલાથી જ ઓમિક્રોનની પુષ્ટિ કરવામાં આવી હતી. સાત નવા દર્દીઓમાંથી ચારે રસીના તમામ ડોઝ લીધા હતા.

ગુજરાતમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના બે નવા કેસ નોંધાયા છે. નજામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું છે કે જામનગરમાં પરપ્રાંતીય ભારતીયની પત્ની અને અન્ય એક સંબંધીમાં કોરોનાના નવા પ્રકારની પુષ્ટિ થઈ છે. તેમને ગુરુ ગોવિંદ સિંહ સરકારી હોસ્પિટલમાં સ્થાપિત સ્પેશિયલ ઓમિક્રોન વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા વધીને ત્રણ થઈ છે.