Site icon Revoi.in

ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 70 ટકા વરસાદ વરસ્યો, 34 જળાશયો છલકાયાં

Slow Motion of Rain and umbrella

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ 70 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. જેથી જળાશયોમાં નવા પાણીની સતત આવક થઈ છે. દરમિયાન રાજ્યના 207 જળાશયોમાં કુલ 64.83 ટકા પાણીનો સંગ્રહ છે. રાજ્યમાં ચોમાસાની સિઝન દરમિયાન સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં વરસ્યો છે.

વખતે ઉત્તર ગુજરાતમાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડ્યો. ઉત્તર ગુજરાતના ડેમોમાં નહીવત પાણીની આવક થવા પામી છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમોમાં માત્ર 24.38 ટાક જ પાણીનો સંગ્રહ થયો. જ્યારે સરદાર સરોવર સહિત ગુજરાતના 207 ડેમોમાં 64.83 ટકા પાણીનો સંગ્રહ થયો. તો આ તરફ 55 ડેમ હાઈએલર્ટ ઉપર છે જ્યાં 90 ટકાથી વધુ પાણીનો સંગ્રહ નોંધાયો.

જ્યારે 6 ડેમો એલર્ટ પર મુકાયા છે જ્યાં 80થી 90 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ છે. તો 17 ડેમોમાં 70થી 80 ટકા જળસંગ્રહ થતા વોર્નિંગ પર મુકાયા છે. રાજ્યના 207 ડેમોમાં 64.83 ટકા પાણીનો જળસંગ્રહ થવા પામ્યો. દરમિયાન સૌરાષ્ટ્રના 13, કચ્છના 13, દક્ષિણ ગુજરાતના 7 જ્યારે મધ્ય ગુજરાતનો એક ડેમ ઓવરફ્લો થયો.

હવામાન વિભાગ દ્વારા હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં આગામી ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં ભારે વરસાદની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ રાજ્યમાં વરસાદ સારો વરસાદ વરસ્યો હોવાથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. અમદાવાદ શહેરમાં ગઈકાલે સાંજના ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી અનેક સ્થળો ઉપર પાણી ભરાયાં હતા.