Site icon Revoi.in

યુક્રેન બોર્ડર પાસે રશિયાનું વિમાન ક્રેશ થતા 74 વ્યક્તિના મોત

Social Share

યુક્રેન અને રશિયા વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન 65 યુક્રેનિયન યુદ્ધ કેદીઓનું જઇ લતું રશિયન સેનાનું વિમાન યુક્રેન બોર્ડર પાસેના વિસ્તારમાં ક્રેશ થઇ જતાં તેમા સવાર કુલ 74 નાં મોત થયા હતા. રશિયાના બેલગોરોદ વિસ્તારમાં બનેલી ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આ દરમિયાન રશિયાના સંરક્ષણ મંત્રાલયે આરોપ મૂક્યો છે કે યુક્રેનિયન દળોએ આ રશિયન સેનાનું પરિવહન વિમાન તોડી પાડયું છે.

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ક્રેશ થયેલા વિમાનમાં યુક્રેનની સેનાના ૬૫ સૈનિક સવાર હતાં જેમને એક્સચેન્જ માટે બેલેગોરોદ લઇ જવામાં આવી રહ્યાં હતાં. વિમાનમાં 6 ક્રૂ મેમ્બર અને અન્ય ત્રણ લોકો પણ સવાર હતાં. સોશિયલ મીડિયામાં વાયરલ ફૂટેજ અનુસાર આકાશમાંથી વિમાન એક ગ્રામીણ વિસ્તારમાં પડયું હતું અને જમીન સાથે ટકરાયા પછી તેમાંથી મોટા પ્રમાણમાં આગ ફાટી નીકળી હતી. આ પછી યુક્રેનમાં હવાઈ હુમલાની ચેતવણી જારી કરવામાં આવી છે. બેલગોરોડમાં હવાઈ હુમલા અને ડ્રોનથી ઘણી જાનહાનિ થઈ છે.