Site icon Revoi.in

દેશ વિરુદ્ધ કામ કરતી 747 વેબસાઈટ, 94 યુટ્યુબ ચેનલો બંધ કરવામાં આવી: અનુરાગ ઠાકુર

Social Share

નવી દિલ્હીઃ દેશમાં સ્માર્ટફોનનો વપરાશ વધવાની સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે. દરમિયાન કેટલાક શખ્સો સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી પ્રવૃતિ આચરતા હોવાથી તેમની સામે કેન્દ્ર સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન દેશ વિરુદ્ધ કામ કરતી 747 વેબસાઈટ અને 94 યુટ્યુબ ચેનલો બંધ કરવામાં આવી છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, 2021-22માં મંત્રાલયે દેશના હિતની વિરુદ્ધ કામ કરતી યુટ્યુબ ચેનલો સામે કડક કાર્યવાહી કરી છે.

રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે મંત્રાલયે 94 યુટ્યુબ ચેનલ્સ, 19 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને 747 યુઆરએલ વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને તેમને બ્લોક કર્યા છે. આ કાર્યવાહી કલમ 69A ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 હેઠળ કરવામાં આવી છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, નકલી સમાચાર ફેલાવીને અને ઈન્ટરનેટ પર દુષ્પ્રચાર ફેલાવીને દેશના સાર્વભૌમત્વ વિરુદ્ધ કામ કરતી એજન્સીઓ સામે સરકારે કડક કાર્યવાહી કરી છે.