Site icon Revoi.in

ગુજરાતમાં ફૂડ પ્રોસેસિંગ માટેના 76 પ્રોજેક્ટને મંજૂરી

Social Share

અમદાવાદઃ ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલય (MOFPI) એ પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના (PMKSY)ની વિવિધ પેટા યોજનાઓ હેઠળ ગુજરાત રાજ્યમાં ફૂડ પ્રોસેસિંગ માટેના 76 પ્રોજેક્ટને મંજૂરી આપી છે જે કાર્યક્ષમ સપ્લાય ચેઈન મેનેજમેન્ટ સાથે ખેતરથી ગેટથી રિટેલ આઉટલેટ સુધી આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે એક વ્યાપક પેકેજ છે.

ફૂડ પ્રોસેસિંગ એકમોની સ્થાપના કેચમેન્ટ વિસ્તારમાં બગાડમાં ઘટાડો, જોખમ ટાળવા, ખાતરીપૂર્વકનું બજાર, ખેડૂતોની વાર્ષિક આવક સહિત ફાર્મ ગેટના ભાવમાં વધારાની દ્રષ્ટિએ દેખીતી અસર કરે છે.

PMKSY, એ 15મા નાણાપંચ સાઈકલ દરમિયાન અમલીકરણ માટે મંજૂર કરવામાં આવ્યું છે, તે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ છે. એગ્રો પ્રોસેસિંગ ક્લસ્ટર્સ (APC)માં 5, બેકવર્ડ એન્ડ ફોરવર્ડ લિન્કેજ (BFL)માં 8, ફૂડ પ્રોસેસિંગ/પ્રિઝર્વેશન કેપેસિટી (CEFPPC)નું સર્જન/વિસ્તરણમાં 31, ઈન્ટિગ્રેટેડ કોલ્ડ ચેઈન એન્ડ વેલ્યુ એડિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર (ICC) માટે 27, મેગા ફૂડ પાર્ક (MFP) માટે 2, ઓપરેશન ગ્રીન (OG)માં  3 પ્રોજેક્ટની મંજુરી આપવામાં આવી છે.