Site icon Revoi.in

સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસમાં 8 લાખ શ્રધ્ધાળુઓએ કર્યા દર્શન

Social Share

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાદામ સોમનાથ મહાદેવ મહિનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યાં હતા. પવિત્ર શ્રાવણ મહિનામાં આઠ લાખથી વધારે શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યાં હતા. વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એટલું જ નહીં શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ના પડે તે માટે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી.

રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવનાં દર્શન કરવા શ્રાવણ માસના અંતિમ દિવસે મંદિરના આજુબાજુના લોકો અને દુરથી પગપાળા ચાલીને આવતા શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. અમાસના દિવસે મંદિર વહેલી સવારે ચાર કલાકે ખુલ્યું હતું. સવારે 6.15 કલાકે મહાપૂજાનો પ્રારંભ થયો હતો. સાત કલાકે આરતી, 7.45 કલાકે સવાલક્ષ બિલ્‍વપત્ર અર્પણ કરાયાં હતા. નવ કલાકે યાત્રિકો દ્વારા નોધાવેલ રૂદ્ર પાઠ, અને મૃત્‍યુંજય પાઠ, તેમજ અગીયાર કલાકે મહાપૂજા મહા પૂજન કરવામાં આવ્યું હતું. બપોરના બાર કલાકે આરતી, સાંજના પાંચથી આઠ શ્રૃંગાર દર્શન જેમા અંતિમ શૃંગારમાં અમરનાથ શૃંગાર અને અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

સોમનાથ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન આઠ લાખથી વધુ લોકોએ દર્શ કર્યા હતા. સોમનાથમા સેવાભાવી લોકો દ્વારા ફળાહારની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. લોકોના ઘસારાને ધ્‍યાને લઇ અને પોલીસના અધિકારીઓ એસઆરપી પોલીસ સ્‍ટાફ જીઆરડી અને સોમનાથ મંદિરની સેકયુરી સહિત ત્રણસોથી વધારે સુરક્ષાકર્મીઓ ચૂસ્‍ત બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્યો હતો.

(PHOTO-FILE)

Exit mobile version