Site icon Revoi.in

યાસ તોફાનથી થયા 8 લાખ લોકો પ્રભાવિત, પીએમ મોદી ઓડિશા-બંગાળની લેશે હવાઈ મુલાકાત

Social Share

કલકતા: ચક્રવાતી તોફાન યાસ બુધવારે સવારે ભારતીય તટના કિનારે ટકરાયું હતુ. તોફાન જ્યારે ભારતના દરિયાકિનારે ટકરાયું ત્યારે 145 કિમીની ઝડપથી પવન ફૂંકાયો હતો. કુદરતી આફતથી 8 લાખથી વધારે લોકો પ્રભાવિત થયા હતા, 15000 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા અને લાખો લોકોનું સ્થળાંતર પણ થયું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં સૌ પહેલા કમિટીની બેઠક બોલાવશે અને તે બાદ બાલાસોર, ભદ્રક અને પૂર્વ મેદિનીપુરની હવાઈ મુલાકાત લેશે.

આ મુલાકાત બાદ પીએમ મોદી બંગાળના અધિકારીઓ સાથે વાત કરીને ત્યાંની મુલાકાત કરશે.આ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. તે વાતમાં કોઈ શંકા નથી કે યાસ ચક્રવાતી તોફાનથી અસર થઈ નથી. તોફાનના કારણે કેટલાક શહેરોમાં રસ્તા પર ઝાડ તૂટી પડ્યા છે અને તેને હટાવવા તથા ફસાયેલા લોકોને મદદ માટે 500 ટીમને રાહત કામગીરી માટે લગાવવામાં આવી છે.

હાલ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે યાસ તોફાન ઝારખંડથી 75 કિમી દુર નીકળી ગયુ છે અને ચાઈબાસા, મંદારનગર અને રાંચીમાં આગળના 24 કલાકમાં ભારે વરસાદ આવી શકે છે.ઓડિશામાં હાલ લોકો ઘર તરફ પરત વળી રહ્યા છે. મહત્વની વાત એ છે મોટી સંખ્યામાં લોકોને રાહત કેમ્પમાં રાખવામાં આવ્યા હતા અને કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને તમામ લોકો ફટાફટ પોતાના ઘર અને વતન તરફ પરત ફરી રહ્યા છે.