Site icon Revoi.in

રાજ્યના અનુસૂચિત જાતિના 803 લાભાર્થીઓની રૂ. 25.13 કરોડના યોજનાકીય લાભો માટે પસંદગી

Social Share

અમદાવાદઃ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગરની વિવિધ યોજનાઓમાં લાભાર્થીઓની પસંદગી કરવા માટે આજરોજ સામાજીક ન્યાય અને અધિકારીતા અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે અને રાજ્ય કક્ષાના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ભીખુસિંહજી પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કોમ્પ્યુટરાઇઝડ ડ્રો ગાંધીનગર ખાતે યોજાયો હતો.

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગરની ભારત સરકારના NSFDC નવી દિલ્હીના સહ્યોગી યોજનાઓમાં ટ્રેક્ટર વીથ ટ્રોલી યોજનામાં 119 લાભાર્થીઓને રૂ. 8.48 કરોડ, ફોર વ્હીલર પેસેન્જર ટેક્ષી યોજનામાં 22 લાભાર્થીઓને 1.36 કરોડ અને થ્રી વ્હીલરની યોજનાઓમાં 273 લાભાર્થીઓને રૂ. 5.57 કરોડ એમ મળીને કુલ રકમ રૂ. 15.41 કરોડના ધિરાણ માટે કુલ 414 લાભાર્થીઓની પસંદગી માટે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરવામાં આવ્યો હતો.

આ સાથે રાજ્ય સરકાર સાયિત યોજનાઓમાં થ્રી વ્હીલરની યોજનાઓમાં રકમ રૂ. 972 કરોડના ધિરાણ માટે કુલ 389 લાભાર્થીઓની પસંદગી કરવા કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરવામાં આવ્યો હતો. આમ, બન્ને યોજનાઓ મળીને કુલ 803 લાભાર્થીઓને કુલ રકમ રૂ. 25.13 કરોડનું ધિરાણ કરવા માટે ડ્રો યોજાયો હતો. તે ઉપરાંત ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર મારફત ધિરાણ પામેલ લાભાર્થીઓને વસુલાતના હપ્તા ભરવા માટે ઘરે બેઠા ઓનલાઈન પોતાના મોબાઈલથી વસુલાતનો હપ્તો ભરી શકે તે માટે પેમેન્ટ ગેટ-વેની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેનો પણ આજથી શુભારંભ કરવામાં આવ્યો છે.