1. Home
  2. Tag "Cmo"

બિહાર: JDU નેતાની ગોળી મારી હત્યા, સમર્થકોએ રસ્તો બ્લોક કરી વિરોધ નોંધાવ્યો

પટનાઃ પટનાના પુનપુનમાં જનતા દળ યુનાઈટેડ (JDU)ના યુવા નેતા સૌરભ કુમારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ પટના-ગયા રોડ બ્લોક કરી દીધો હતો. પોલીસ હજુ સુધી હત્યારાઓની ઓળખ કરી શકી નથી. સૌરભકુમાર મિત્રો અને પરિવાર સાથે લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. ત્યારે મોટરસાઈકલ ઉપર આવેલા ચારેક શખ્સોએ તેમની […]

ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરાયો

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ 1 જુલાઈ 2023થી આપવાની જાહેરાત કરી છે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.45 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.63 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે. મોંઘવારી ભથ્થાની 8 માસની એટલે કે 1 […]

મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માતમાં 14 વ્યક્તિના મોત, કેન્દ્ર સરકારે જાહેર કરી સહાય

ભોપાલઃ મધ્યપ્રદેશના ડિંડોરીમાં એક પિક-અપ વાન પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. બડઝરના ઘાટમાં પિક-અપ વાનના ચાલકો ગાડી પર કાબૂ ગુમાવતા વાન પલટી ગઈ હતી. જેના કારણે 6 પુરૂષ અને 8 મહિલાઓના મોત થયા હતા. મળતી માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા તમામ […]

સૂર્ય ગુજરાત યોજનામાં ત્રણ જિલ્લાના વીજ ગ્રાહકોને 57,722 લાખ સબસિડીનો લાભ અપાયો

ગાંધીનગરઃ રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં સોલાર રૂફટોપ યોજના ‘સૂર્ય-ગુજરાત’ની વિગતો અંગે વિધાનસભા ગૃહ ખાતે ઊર્જા મંત્રી  કનુભાઇ દેસાઇને સંબોધીને પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં રાજકોટ જિલ્લામાં 28,835 વીજ ગ્રાહકોએ સોલાર સિસ્ટમ લગાવી છે, જેની કુલ ક્ષમતા 1,11,031 કીલોવોટ છે. સોલાર સિસ્ટમ લગાવનાર આ વીજ ગ્રાહકોને કુલ રૂ. 16,906 લાખ સબસીડી […]

મધ્યપ્રદેશઃ ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, અનેક સિનિયર નેતાઓને કેબિનેટમાં અપાયું સ્થાન

ભોપાલઃ મધ્યપ્રદેશમાં સીએમ મોહન યાદવના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. તેમજ નવા બનાવાયેલા મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યાં હતા. મંત્રીમંડળનું વિસ્તરણ કરીને તેમાં નવા 28 ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 18 કેબિનેટ, 6 રાજ્ય મંત્રી સ્વતંત્ર પ્રભાર અને 4 રાજ્યમંત્રીનો સમાવેશ થાય છે. કેબિનેટમાં પ્રદુમ્નસિંહ તોમર, તુલસી સિલાવટ, અદલ સિંહ કસાના, નારાયણ સિંહ કુશવાહ, વિજય […]

પંજાબઃ હથિયારોની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ, 10ની ધરપકડ

હરિયાણાઃ પંજાબ પોલીસે હથિયારોની દાણચોરી કરતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. તેમજ મધ્યપ્રદેશના એક હથિયાર ઉત્પાદક સહિત દસ લોકોની ધરપકડ કરીને આંતરરાજ્ય ગેરકાયદેસર હથિયારોની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પંજાબ પોલીસના મહાનિર્દેશક ગૌરવ યાદવે કહ્યું કે આરોપીઓ પાસેથી કુલ 22 હથિયારો મળી આવ્યા છે. ડીજીપી ગૌરવ યાદવે ટ્વિટર પર લખ્યું, “પોલીસે મધ્યપ્રદેશથી સંચાલિત […]

બેંગલુરુની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવીની ધમકી મળી, પોલીસ તંત્ર દોડતું થયું

બેંગલુરુઃ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક-બે નહીં પરંતુ અનેક સ્કૂલોને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળતા ખળભળાટ મચી ગયો છે. આ બનાવને પગલે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભય ફેલાયો હતો. બેંગલુરુની લગભગ 44 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આમાંથી એક શાળા કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના નિવાસસ્થાનની સામે આવેલી છે. ડીકે […]

કર્ણાટકઃ મંદિરના વિકાસ કાર્યો માટે નાણા ફાળવવા ઉપર પ્રતિબંધ ફરમાવતો આદેશ સરકારે પરત ખેંચ્યો

બેંગ્લોરઃ કર્ણાટક સરકારે મંદિરના વિકાસ કાર્યો માટે ફંડ અટકાવવાના નિર્ણય બાદ વિવાદ વધ્યા પછી આદેશને પાછો ખેંચી લીધો છે, રાજ્યની માલિકીના મંદિરોના વિકાસ કાર્યો માટે નાણાં આપવા પર પ્રતિબંધ ફરમાવાના સરકારના આદેશ બાદ ભાજપે વિરોધ પ્રદર્શનની ચેતવણી આપી હતી, જ્યારે હિન્દુત્વવાદી સંગઠનોએ તેને હિન્દુ વિરોધી ગણાવ્યું હતું. મુઝરાઈના પ્રધાન આર રામલિંગા રેડ્ડીએ સ્પષ્ટ કર્યું હતું […]

મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે 10 જિલ્લા હજુ પણ તરસ્યાં, ઓછા વરસાદથી ખેડૂતો ચિંતિત

ભોપાલઃ મધ્યપ્રદેશમાં સતત વરસાદ વરસી રહ્યો છે. પૂર્વ મધ્ય પ્રદેશમાં સરેરાશ કરતાં 8% ઓછો વરસાદ થયો છે, પરંતુ પશ્ચિમ મધ્ય પ્રદેશમાં સરેરાશ કરતાં 15% વધુ વરસાદ થયો છે. આમ એમપીમાં સામાન્ય કરતાં 4% વધુ વરસાદ નોંધાયો છે. આમ છતાં એમપીના 10 જિલ્લા હજુ પણ તરસ્યા છે. આ 10 જિલ્લામાં ઓછો વરસાદ વરસ્યો હોવાથી ખેડૂતો ચિંતામાં […]

રાજ્યમાં મનપા-ન.પામાં વિકાસ કાર્યો માટે સરકારે રૂ. 1512 કરોડની ફાળવણી કરી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોનાં સર્વાંગી વિકાસ માટે કાર્યદક્ષતાથી ગુણવત્તાયુક્ત જન સુવિધા કામો હાથ ધરવાનું પ્રેરક આહવાન કર્યું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન  નરેન્‍દ્ર મોદીના શાસનના 9 વર્ષ સેવા-સુશાસન અને ગરીબ કલ્યાણના રહ્યા છે. સેવા અને સુશાસન પરસ્પર જોડાયેલા છે તેથી સેવાના ભાવ સાથે થતાં જનસુવિધાના  વધુ ને વધુ કામોથી જ સેવા-સુશાસન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code