Site icon Revoi.in

રાજસ્થાનમાં જાન લઈજતા દુલ્હાની કાર નદીમાં ખાબકી- દુલ્હા સહીત 9 લોકોના મોત

Social Share

જયપુર – આજે વહેલી સવારે જાણે રાજસ્થાનમાં  એક લગ્ન પર કાળ મંડરાઈ રહ્યો હતો.રાજસ્થાનના કોટા જિલ્લામાં આજરોજ રવિવારે વહેલી સવારે એક જાન લઈને જતી કાર સાથે મોટી દૂર્ઘટના સર્જાઈ હતી આ કાર  નદીમાં ખાબકી પડી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે જાન લઈ જતી જતી કાર કોટાના નયાપુરા કલ્વર્ટથી બેકાબૂ થઈને ચંબલ નદીમાં પડી ગઈ હતી. આ ઘટચનામાં 9 લોકોના કરૂણ મોત થયા હતા. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને પ્રશાસન ઘટનાસ્થળે હાજર છે

જાણકારી પ્રમાણે વરરાજાના પક્ષના લોકો સવારે 5.30 વાગ્યે સવાઈ માધોપુરથી નીકળીને  મધ્યપ્રદેશના ઉજ્જૈનજાન લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન કાર કોટાના નયાપુરા કલ્વર્ટ પરથી ચંબલ નદીમાં પડી હતી. કારમાં બેઠેલા લોકોએ કાચ ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ માત્ર એક કાચ જ ખોલી શક્યો, જેના કારણે કારમાં સવાર 7 લોકોના મોત થયા, બાકીના 2 લોકોના મૃત દેહો તણાયા હતા. સવારે સ્થાનિક લોકોએ કારને જોઈને પોલીસને જાણ કરી હતી ત્યાર બાદ જ રાહત કાર્ય શરૂ થઈ શક્યું હતું.

આ કારમાં વરવાજા પમ સાવર હતા જેનું પણ મોત થયું છે એક્સિટન્ટનું કારણ કારના બેકાબૂ  થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે કાર ચાલક નશામાં હતોજો કે હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વાહનને બહાર કાઢવાની કામગીરી કરી રહી છે.