Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો ઉપર પથ્થરમારાની ઘટનામાં 90 ટકા ઘટાડોઃ CRPF

Social Share

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભારતીય આર્મી અને સ્થાનિક પોલીસ દ્વારા આતંકવાદી પ્રવૃતિઓ ડામવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 2021માં અત્યાર સુધીમાં 11 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. જ્યારે એક વર્ષમાં 226 આતંકવાદી સેના સાથે અથડામણમાં છાર મરાયાં હતા. બીજી તરફ કાશ્મીરમાં પથ્થરમારાની ઘટનામાં 90 ટકા સુધીનો ઘટાડો થયો હોવાનું સીઆરપીએફના ડીજી કુલદીપસિંહે જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર મુનિહાલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી મૂઠભેડમાં ચાર આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આઈજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે ચારે આતંકવાદીઓને ઠાર કરાયા છે અને ઓપરેશન હવે પૂરું થઈ ચૂક્યું છે. આ મિશનમાં સેનાનો એક જવાન પણ ઘાયલ થયો હતો.

CRPFના DG કુલદીપસિંહે કહ્યું હતું કે, 2020 ના વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન્સ દરમિયાન 226 આતંકવાદીઓ મારવામાં આવ્યા હતા. આ ઉપરાંત 296 જેટલા આતંકીઓને પકડી લેવામાં આવ્યા હતા. કાશ્મીર ઘાટીમાં પથ્થરમારાની ઘટનાઓમાં 90 ટકા જેટલો ઘટાડો થયો છે. જો કે પથ્થરમારાની ઘટનાઓ સાવ બંધ નથી થઈ. આ વર્ષે 11 જેટલા આતંકવાદીઓ માર્યા ગયા હતા.