ટોક્યો, 01 ઓગસ્ટ 2026: Earthquake in Japan’s Aomori Prefecture જાપાનમાં કુદરતનો કહેર અવિરત ચાલુ છે. શનિવારે ઉત્તર જાપાનના આઓમોરી પ્રીફેક્ચર નજીક 5.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાપાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે 11:48 વાગ્યે આઓમોરીના પેસિફિક કિનારા નજીક, લગભગ 80 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.
જાપાનીઝ સ્કેલ (7-પોઈન્ટ સ્કેલ) પર તેની તીવ્રતા 4 નોંધવામાં આવી હતી. ભૂકંપ બાદ સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. તેનું કેન્દ્રબિંદુ 41.3 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 142.0 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતું. થોડા દિવસો પહેલા જ, જાપાનમાં આવેલા અન્ય એક શક્તિશાળી અને વિનાશક ભૂકંપમાં 35 લોકોના મોત થયા હતા.
ચાર દિવસ પહેલાં 35 લોકોનાં મૃત્યુ
મંગળવારે સાંજે 4:27 વાગ્યે કુમામોતો પ્રાંતમાં 7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં વ્યાપક તબાહી સર્જાઈ. શુક્રવારે અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 35 થયો છે.
મૃતકોમાં એવી વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે કે જેમના મૃત્યુના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે, જેથી એ સ્પષ્ટ થઈ શકે કે મૃત્યુ સીધા આંચકાને કારણે થયા હતા કે અન્ય પરિબળોને કારણે.
વધુ વાંચો: કેરળમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલન, ત્રણ લોકોનાં મોત અને 8 જિલ્લાઓ માટે ‘રેડ એલર્ટ’ જાહેર

