Site icon Revoi.in

પાકિસ્તાનના પેશાવરની મસ્જિદમાં મોટો વિસ્ફોટ,અનેક લોકો ઘાયલ

Social Share

દિલ્હી:પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદ પર ફિદાયીને હુમલો કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે નમાજ શરૂ થતાં જ ફિદાયીને પોતાની જાતને ઉડાવી દીધી હતી.આ હુમલામાં 70 લોકો ઘાયલ થયા છે, જેમાં ઘણાની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.આ બ્લાસ્ટ પેશાવર પોલીસ લાઇનની મસ્જિદમાં થયો હતો.વિસ્ફોટમાં મસ્જિદની એક દિવાલ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી.સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.બાદમાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બ્લાસ્ટ બાદ મસ્જિદની બહાર અરાજકતાનો માહોલ છે. લોકો એકબીજાની મદદ માટે આગળ આવી રહ્યા છે. સ્થાનિક લોકો ઘાયલ લોકોને કારમાં ભરીને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોકો નમાઝ અદા કરવા માટે મસ્જિદમાં એકઠા થયા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે લોકો મસ્જિદમાં પ્રાર્થના કરી રહ્યા હતા પેશાવરની મસ્જિદમાં બ્લાસ્ટની આ પહેલી ઘટના નથી.

આ પહેલા માર્ચ 2022માં એક શિયા મસ્જિદમાં મોટો બ્લાસ્ટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 57 લોકો માર્યા ગયા હતા.આ હુમલામાં ઓછામાં ઓછા 200 લોકો ઘાયલ પણ થયા છે.આ વિસ્ફોટ શુક્રવારની નમાજ દરમિયાન થયો હતો, જ્યારે પવિત્ર દિવસના અવસર પર મોટી સંખ્યામાં લોકો નમાજ અદા કરવા માટે એકઠા થયા હતા. આ વિસ્ફોટ પેશાવરના કિસ્સા ખ્વાની બજારમાં સ્થિત જામિયા મસ્જિદ તરીકે ઓળખાતી પ્રખ્યાત શિયા મસ્જિદમાં થયો હતો.