Site icon Revoi.in

પાકિસ્તાનને મોટો ઝટકો,FATFએ તેને ગ્રે લિસ્ટમાં રાખ્યું અને કહી આ વાત

Social Share

દિલ્હી:પાકિસ્તાનને તેની આતંકી હરકતોને કારણે ગ્રે લિસ્ટમાંથી હજુ પણ રાહત નહીં મળે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠકના છેલ્લા દિવસે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવામાં આવ્યું છે.પાકિસ્તાનનું નામ ગ્રે લિસ્ટમાંથી હટાવવામાં આવશે નહીં.તેને જૂન 2022 સુધી ગ્રે લિસ્ટમાં રાખવામાં આવ્યું છે.

જૂન 2018 થી પાકિસ્તાન FATF ની ગ્રે લિસ્ટમાં છે કારણ કે આતંકવાદી ભંડોળ અને મની લોન્ડરિંગ સંબંધિત શરતોને પૂર્ણ કરવામાં આવી નથી. ચાર દિવસીય FATF બેઠક 1 માર્ચથી શરૂ થઈ હતી.આ નિર્ણય 1 થી 4 માર્ચ દરમિયાન ચાર દિવસીય FATF પ્લેનરીના સમાપન પછી લેવામાં આવ્યો હતો.આ સાથે જ સંયુક્ત આરબ અમીરાતને પણ ગ્રે લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે.

આ ગ્રેલિસ્ટિંગની તેની આયાત અને નિકાસ પર ઊંડી અસર પડી છે.દેશને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી લોન મેળવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.પાકિસ્તાનને જૂન 2018 માં ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું હતું.ઓક્ટોબર 2018, 2019, 2020, એપ્રિલ અને ઓક્ટોબર 2021માં કરાયેલી સમીક્ષામાં પણ પાકને રાહત મળી નથી.

પાકિસ્તાન FATFની ભલામણો પર કામ કરવામાં નિષ્ફળ રહ્યું છે.આ દરમિયાન પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોને વિદેશ અને સ્થાનિક સ્તરેથી આર્થિક મદદ મળી છે.ઈરાન અને ઉત્તર કોરિયા FATF બ્લેક લિસ્ટમાં સામેલ છે.જેના કારણે આ બંને દેશોને બહારથી રોકાણ લાવવામાં અને આંતરરાષ્ટ્રીય વેપાર કરવામાં ઘણી તકલીફ પડે છે.