Site icon Revoi.in

બ્રિટનના એક ટ્રસ્ટે INS વિરાટને મ્યુઝિયમમાં ફેરવવાની તૈયારી દર્શાવી

Social Share

દિલ્હીઃ ભારતીય નૌસેનામાં યશસ્વી યોગદાન આપનાર ‘ધ ગ્રાન્ડ ઓલ્ડ લેડી’ તરીકે જાણીતા યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટને સેવાનિવૃત થયા બાદ મેરીટાઈમ મ્યુઝિયમ તરીકે અમર રાખવાની લાખ્ખો ભારતીયોની ઈચ્છા હતી. પરંતુ જે પૂર્ણ થઈ શકી ન હતી. જો કે, બ્રિટનના એક ટ્રસ્ટે આઈએનએસ વિરાટને પરત બ્રિટનમાં લઈ જઈને મ્યુઝિટમ બનાવવાની તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારત સરકારે આઈએનએસ વિરાટને નિવૃત્ત કરી દીધા પછી તેને મ્યુઝિયમમાં ફેરવવા અંગે અનેક લોકોએ માંગણી કરી હતી. જો કે, અલંગના એક કંપનીએ રૂ.38.54 કરોડમાં ખરીદ્યા બાદ અલંગમાં લાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં  આ શિપ ભાંગવાનું શરૂ થાય તે પૂર્વે આઈએનએસ વિરાટને મ્યુઝિયમ તરીકે જીવંત રાખવા સોશ્યલ મિડીયામા કેમ્પેઈન શરૂ થયુ હતું. જેના પગલે મુંબઈની એક કંપનીએ આ જહાજ ખરીદી લેવા તૈયારી દર્શાવી હતી અને ગોવા નજીક આ જહાજને કાયમી ધોરણે મ્યુઝિયમ તરીકે પ્રસ્થાપિત કરવા જમીનની પણ વિચારણા શરૂ થઈ ગઈ હતી. દરમિયાન બ્રિટનના એક ટ્રસ્ટે જહાજને બ્રિટનમાં પરત લઈને મ્યુઝિયમ બનાવવાની તૈયારી દર્શાવી છે. બ્રિટનની સંસ્થાએ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન અને ભારતના PM નરેન્દ્ર મોદી બન્નેને પત્રો લખ્યાં છે.