Site icon Revoi.in

નર્મદાઃ આરોગ્યમ્ એકંદરે સુખાકારી” થીમ અંતર્ગત સાયક્લોથોન યોજાઈ

Social Share

અમદાવાદઃ નર્મદા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આજે  હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર સહ પોલિક્લિનિક જૂની સિવિલ હોસ્પિટલ-રાજપીપળા ખાતેથી “આરોગ્યમ્ એકંદરે સુખાકારી”ની થીમ સાથે સાયક્લોથોન યોજાઈ હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જનકકુમાર માઢકની આગેવાનીમાં પ્રસ્થાન થયેલી સાયક્લોથોન કુલ ચાર રુટ ઉપરથી પસાર થઈ હતી. આ સાયક્લોથોનમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ /કર્મચારીઓ અને બાળકો, રાજપીપલાના નાગરિકોએ સાયકલ ચલાવી ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી હતી.

આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ઝુંબેશના ભાગરૂપે “હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર થીમ” અંતર્ગત નવેમ્બર –2022 થી ઓકટોબર – 2023 એક વર્ષ સુધી “સ્વસ્થ મન સ્વસ્થ ઘર”ઝુંબેશ ટેગ લાઇન અંતર્ગત દર મહિને વિવિધ કાર્યક્રમો જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા યોજાઈ રહ્યા છે. આગામી તા. 25મી એપ્રિલે”વિશ્વ મેલેરિયા દિવસ”ની ઉજવણીના ભાગરૂપે આજે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ સાયક્લોથોન યોજાઈ હતી. આજરોજ યોજાયેલી સાયક્લોથોનમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ વસાવા, નાંદોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો.એ.કે.સુમન, આરોગ્ય વિભાગના કર્મચારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કુલ ચાર રૂટ પરથી સાયક્લોથોન પસાર થઈ

હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર સહ પોલિક્લિનિક જૂની સિવિલ હોસ્પિટલ માથી નીકળી – કાળિયાભૂત ચોકડી – જકાતનાકા સર્કીટ હાઉસ – ત્યાથી પરત – હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર સહ પોલિક્લિનિક જૂની સિવિલ હોસ્પિટલ – પૂર્ણાહુતી.

હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર સહ પોલિક્લિનિક જૂની સિવિલ હોસ્પિટલ માથી નીકળી – કાળિયાભૂત ચોકડી – જકાતનાકા સર્કીટ હાઉસ – નવા વાઘપરા પ્રા.આ.કે -પરત – હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર સહ પોલિક્લિનિક જૂની સિવિલ હોસ્પિટલ – પૂર્ણાહુતી.

હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર સહ પોલિક્લિનિક જૂની સિવિલ હોસ્પિટલ માથી નીકળી – કાળિયાભૂત ચોકડી – જકાતનાકા સર્કીટ હાઉસ – નવા વાઘપરા પ્રા.આ.કે- HWC પ્રા.આ કેન્દ્ર બોરીયા – પરત – હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર સહ પોલિક્લિનિક જૂની સિવિલ હોસ્પિટલ – પૂર્ણાહુતી..

હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર સહ પોલિક્લિનિક જૂની સિવિલ હોસ્પિટલ માથી નીકળી – કાળિયાભૂત ચોકડી જકાતનાકા સર્કીટ હાઉસ – નવા વાધપરા પ્રા.આ.કે – HWC ગોરા આયુર્વેદિક ડીસ્પેન્સરી – પરત – હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર સહ પોલિક્લિનિક જૂની સિવિલ હોસ્પિટલ રાજપીપળા – પૂર્ણાહુતી.